News Continuous Bureau | Mumbai
વિદ્યાર્થીઓના(Students) માટે બહુ મહત્વના સમાચાર છે. દેશમાં હવે કોઈ પણ વિદ્યાર્થી સમાંતર રીતે બે ફુલ ટાઇમ ડિગ્રી કોર્સ(Degree course)નો અભ્યાસ કરી શકશે. સરકારે (Central Govt) વિદ્યાર્થીઓને એકી સાથે બે કોર્સ કરવાની છૂટ આપી છે. બે ડિગ્રી પ્રોગ્રામ્સ એક જ યુનિવર્સિટીના હોય કે અલગ અલગ યુનિવર્સિટીના હોય તો પણ તે સાથે ભણી શકશે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)એ મંગળવારે એક પત્રકાર પરિષદમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે આ બાબતની માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી હતી. નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી જાહેરાત અને વિદ્યાર્થીઓને વધુ કૌશલ્યો હાંસલ કરવાની મોકળાશ મળશે.
આ સમાચાર પણ વાંચો : નિરવ મોદીનો ખાસમખાસ એવો આ વ્યક્તિ આખરે ભારતીય ઓથોરીટીના કબજામાં આવ્યો, ઈજિપ્તથી પરત લવાયો… જાણો વિગતે….
વિદ્યાર્થીઓ એક જ યુનિવર્સિટીની બે પદવીઓ કે બે જુદી યુનિવર્સિટીની પદવીઓ મેળવવા સમાંતર રીતે અભ્યાસ કરી શકશે. બન્ને કોર્સ ક્લાસરૂમમાં હાજરી (ઑફ્ફલાઇન)ના ધોરણે કે એક ઑફ્ફલાઇન અને એક ઑનલાઇનના ધોરણે અથવા બન્ને ઑનલાઇન કોર્સ ભણવાની વિદ્યાર્થીઓને છૂટ અપાશે.