Site icon

સેન્સર બોર્ડની લીલીઝંડી છતાં UIDAIએ ફિલ્મ ‘આધાર’ફિલ્મમાં સૂચવ્યા ૨૮ કટ; ફિલ્મના ડિરેક્ટરે આપી આ માહિતી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ હિન્દી ફિલ્મ આધારના અમુક સંવાદો સામે વાંધો ઉઠાવ્યો છે અને સેન્સર બોર્ડે ફિલ્મને લીલીઝંડી બતાવી હોવા છતાં 28 કટસૂચવ્યા છે, ફિલ્મના નિર્દેશક સુમન ઘોષે રવિવારે એક મીડિયા હાઉસને આ વિશે માહિતી આપી હતી. ફિલ્મ મુક્કાબાઝના અભિનેતા વિનીતકુમાર સિંહ અભિનીત આ ફિલ્મ, જિયો સ્ટુડિયોઝ અને દૃશ્યમ્ ફિલ્મ્સ દ્વારા સહનિર્માણ કરવામાં આવી છે.

ઘોષના જણાવ્યા અનુસાર સરકારી એજન્સીએ UIDAIના અધિકારીઓએ ભારતના તમામ રહેવાસીઓને સરળતાથી ઓળખી શકાય એ માટે 12 અંકના રેન્ડમ નંબરને આધારતરીકે  આપવાનો આદેશ આપ્યો હતો. આ એજન્સીએ જિયો સ્ટુડિયોઝને ફોન કરીને જાન્યુઆરીમાં ફિલ્મની સ્ક્રીનિંગ ગોઠવવા માટે કહ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા વર્ષ 2019માં આ ફિલ્મ ક્લીયર કરવામાં આવી હતી અને આ વર્ષની શરૂઆતમાં 5 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ એની રિલીઝના એક અઠવાડિયા પહેલાંએ અચાનક પાછી ખેંચાઈગઈ હતી.

ટોક્યો ઓલમ્પિક : મીરાબાઈ ચાનૂનો સિલ્વર મેડલ ગોલ્ડ મેડલમાં બદલાઈ શકે છે ? જાણો કેવી રીતે

ઘોષે આ સંદર્ભે મીડિયા હાઉસ સાથે વાત કરતાં ઉમેર્યું હતું કે મને જાણવા મળ્યું છે કે આ ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. મને જિયો સ્ટુડિયોઝ દ્વારા ફોન પર જાણ કરવામાં આવી હતી કે સરકારી એજન્સીએ ફિલ્મ જોઈ છે અને 28 કટ સૂચવ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બંગાળી લક્ષણ પદોકફેપઅને નોબેલ વિજેતા અમર્ત્ય સેન પરની બાયોગ્રાફી ધ આર્ગમેંટેટિવ ઇન્ડિયનમાટે જાણીતા ફિલ્મનિર્માતાએ કહ્યું કે હાલની પરિસ્થિતિથી તેઓ દુવિધાજનક છે.

ઉલ્લેખનીય છે કે આ બાબતે UIDAIને મોકલેલા મેઇલનો જવાબ મળ્યો ન હતો.

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version