ગત 27 નવેમ્બરના ટેલિફોનિક વાતચીત દરમિયાન પીએમ મોદી એ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને ભારત આવવાનુ નિમંત્રણ આપ્યુ હતું.
આગામી 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે યોજાનારી રિપબ્લિક ડે પરેડના મુખ્ય અતિથિ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન હશે.
બ્રિટનના વડાપ્રધાને ભારત તરફથી આપવામાં આવેલુ આમંત્રણ સ્વીકારી લીધુ છે.
આ અગાઉ 1993 માં બ્રિટિશ પીએમ જોન મેજર રિપબ્લિક ડે માં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા.