ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના ઘર અંગે બે વ્યક્તિએ પૂછપરછ કરતાં મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે
મુકેશ અંબાણીના ઘર અંગે પૂછનારાં લોકોનો ઈરાદો એન્ટિલિયા પર હુમલો કરવાનો છે કે શું એવી અટકળો શરૂ થતા મુંબઈ પોલીસે બે શંકાસ્પદ પૈકી એકને કસ્ટડીમાં લીધો.
પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું કે તે ગુજરાતનો છે અને અહીં ફરવા આવ્યો હતો. તે એન્ટિલિયાને બાકીના પર્યટન સ્થળોની જેમ જોવા માંગતો હતો, એટલે તેણે સરનામું પૂછ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં એક ટેક્સી ડ્રાઈવરે પોલીસને માહિતી આપી કે બે યુવકો તેને એન્ટિલિયાનું સરનામું પૂછી રહ્યા છે.
ડ્રાઈવરે પોલીસને એમ પણ જણાવ્યું કે તેના હાથમાં એક બેગ પણ હતી, જેમાંથી એકની દાઢી હતી. તે ઉર્દૂમાં વાત કરી રહ્યો હતો.
આ માહિતી મળતા પોલીસ એક્શનમાં આવી મુકેશ અંબાણીના ઘરની આસપાસ નાકાબંધી કરીને આ મામલાની તપાસ શરૂ કરી.