ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુલાઈ 2020
પાકિસ્તાનમાંથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવવામાં આવે છે એ કોઈ થી છૂપુ નથી. અને સમય સમય પર ભારત એના સબુતો પણ આપતું રહે છે. એવા જ એક વધી આતંકવાદીને સંયુક્ત રાષ્ટ્રએ આતંકી જાહેર કર્યો છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાનના નેતા નૂર વલી મહસૂદને UN દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કમિટીએ આઈએસઆઈએલ અને અલ કાયદાની પ્રતિબંધ યાદીમાં મહસૂદનું નામ શામેલ કર્યું છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે ટ્વીટ કરીને યુએન ના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ટ્વીટમાં જણાવ્યું છે કે, "આ સમાચાર સ્વાગત કરવા લાયક છે કે સંયુક્ત રાષ્ટ્રએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના નેતા મુફ્તી નૂર વલી મહસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કર્યો છે."
નોંધનીય છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનમાં કરવામાં આવેલા અનેક આતંકવાદી હુમલા માટે જવાબદાર છે. સપ્ટેમ્બર 2019 માં જ અમેરિકાએ નૂર વાલીને આતંકવાદી જાહેર કરી દીધો હતો. તહરીક-એ-તાલિબાન અનેક આત્મઘાતી બ્લાસ્ટ માટે જવાબદાર છે અને તેના આ હુમલામાં અનેક નાગરિકોના મોત થયા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com