Site icon

દેશમાં બેરોજગારી દરમાં સુધારો, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના લેબર ફોર્સ સર્વેમાં સામે આવી આ જાણકારી; જાણો વિગતે…

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(corona pandemic)ની સૌથી વધુ અસર લોકોના ધંધા-રોજગાર (job-business)પર પડ્યો છે. જો કે, હવે સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારમાં ૧૫ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બેરોજગારી દર (Unemployment)ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ માં ઘટી ૮.૭ ટકા થઈ ગયો છે. આ આંક્ડો ગત વર્ષે આ સમયગાળામાં ૧૦.૩ ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના એક ચોક્કસ સમય પર થતા લેબર ફોર્સ સર્વેમાં આ જાણકારી સામે આવી છે.

Join Our WhatsApp Community

દેશમાં કોરોના મહામારી(coronavirus)ને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઓક્ટોબર- ડિસેમ્બર ૨૦૨૦ માં બેરોજરાગી દર(unemployemnt) ઘણો વધારે હતો. એનએસઓના ૧૩ સામયિક લેબર ફોર્સ સર્વે અનુસાર જુલાઈ- સપ્ટેમ્બર ૨૦૨૧ માં શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર ૯.૮ ટકા હતો. સર્વે અનુસાર શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં બેરોજગારી દર ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ માં ઘટી ૧૦.૫ ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં ૧૩.૧ ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ માં ૧૧.૬ ટકા હતો. 

આ સમાચાર પણ વાંચો : સોનેરી અવસર! G-20 ની અધ્યક્ષતા કરશે ભારત, સરકારે લોગો બનાવવા માટે રાખી આ હરીફાઈ, મંગાવાયા આઈડિયાઝ.. જાણો વિગતે 

પુરુષોમાં બેરોજગારી દર પણ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ માં ઘટી ૮.૩ ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં ૯.૫ ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ માં ૯.૩ ટકા હતો. શહેરી વિસ્તારમાં સીડબ્લ્યુએસમાં લેબર ફોર્સ ભાગીદારી દર ઓક્ટોબર ડિસેમ્બર ૨૦૨૧ ત્રણ મહિનામાં તેનાથી એક વર્ષ પહેલા આ સમયગાળાની સરખામણીમાં ૪૭.૩ ટકા પર યથાવત રહ્યો. જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ માં આંકડો ૪૬.૯ ટકા હતો. ઉલ્લેખનીય છે કે, કુલ કાર્યબળમાં બેરોજગાર વ્યક્તિઓના ટકાને બેરોજગારી દર કહેવામાં આવે છે. 

Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
Exit mobile version