Site icon

રશિયા યુક્રેન યુદ્ધ: યુએનજીએમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ગણાવતા ઠરાવપસાર, ભારતે અપનાવ્યું આ વલણ.. જાણો વિગતે 

India abstains as UNHRC votes to extend inquiry against Russia

ભારતે ફરી નિભાવી મિત્રતા, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધના આ ઠરાવ પર મતદાન કરવાથી બનાવી દુરી..

 News Continuous Bureau | Mumbai

યુક્રેન પર રશિયન સેનાના હુમલા સતત ચાલુ છે, હવે આ યુદ્ધને લગભગ મહિનો થવા આવ્યો છે. આ દરમિયાન રશિયા પર દબાણ લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે યુક્રેન અને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં સહયોગીઓએ માનવતાવાદી સંકટની સ્થિતિ પર રશિયા વિરુદ્ધ ઠરાવ રજૂ કર્યો. જેમાં તમામ સભ્ય દેશોએ મતદાન કર્યું હતું, પરંતુ ભારત ફરી એકવાર તેનાથી દૂર રહ્યું હતું.

Join Our WhatsApp Community

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી તરફથી ફરી એકવાર યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાનું કહેવામાં આવ્યું હતું. UNGAમાં રજુ કરાયેલા ઠરાવ બાદ મોટાભાગના દેશોએ રશિયાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, સાથે જ યુક્રેન પરના હુમલાનો વિરોધ કર્યો હતો. જો કે, ભારત સિવાય, અન્ય ઘણા દેશો હતા જે આ પ્રસ્તાવ પર મતદાન કરવાથી દૂર રહ્યા હતા. કુલ 38 દેશો એવા હતા જેમણે આ પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો. જ્યારે 140 દેશોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 5 દેશોએ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતે પીએમ મોદી પર સાધ્યું નિશાન. કહ્યું- એક પુતિન દિલ્હીમાં બેઠા છે જે દરરોજ અમારા પર…  જાણો વિગતે 

સંયુક્ત રાષ્ટ્રની 193 સભ્યોવાળી જનરલ એસેમ્બલીએ યુક્રેન પર તેનું 11મું કટોકટી વિશેષ સત્ર ફરી શરૂ કર્યું અને તેના સાથીઓએ "યુક્રેન પરના આક્રમણના માનવતાવાદી પરિણામો" પરના ડ્રાફ્ટ ઠરાવ પર મત આપ્યો. પરંતુ UNGAનો આ ઠરાવ પસાર કરવામાં નિષ્ફળ ગયો, કારણ કે તે તેના માટે જરૂરી 9 મત પણ  મેળવી શક્યું નહોતું. 

ઉલ્લેખનીય છે કે યુક્રેન પર રશિયન આક્રમણ પર ભારત તટસ્થ વલણ અપનાવી રહ્યું છે. આ પહેલા સુરક્ષા પરિષદમાં બે વખત અને મહાસભામાં એક વખત મહાસભામાં ઠરાવ પર વોટિંગમાં ગેરહાજર રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : ચીનના વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે કરી મુલાકાત, 3 કલાક સુધી ચાલી વાતચીત, આ મામલે થઈ ચર્ચા
 

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version