Site icon

Union Budget 2024: મોદી 3.0નું પ્રથમ બજેટ આજે, સતત સાતમી વાર બજેટ રજૂ કરશે નાણામંત્રી, તોડશે આ રેકોર્ડ; બજેટ ભાષણ લાઈવ ક્યાં જોઈ શકો છો?

Union Budget 2024: કેન્દ્રીય બજેટ (બજેટ 2024) ની રજૂઆત માટે ગણતરીના કલાક બાકી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે (23 જુલાઈ 2024) સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2024-2025 માટેનું બજેટ રજૂ કરશે. મોદી 3.0 સરકારનું આ પહેલું બજેટ છે. સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરશે. સામાન્ય જનતાથી લઈને વેપારીઓ સુધી દરેકને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

Union Budget 2024 FM Nirmala Sitharaman to present 7th budget in row

Union Budget 2024 FM Nirmala Sitharaman to present 7th budget in row

 News Continuous Bureau | Mumbai

Union Budget 2024:નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2024-25 માટે સતત સાતમું બજેટ રજૂ કરીને ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. આ રીતે તે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે. જો કે, સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ હજુ પણ દેસાઈના નામે છે.

Join Our WhatsApp Community

 Union Budget 2024: સતત સાતમી વખત લોકસભામાં બજેટ રજૂ કરશે.

આજે એટલે કે 23મી જુલાઈએ એકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત લોકસભામાં બજેટ રજૂ કરશે. બજેટ ભાષણ સવારે 11 વાગ્યે શરૂ થશે. જો કે આ પહેલા શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. આજે બજેટ ભાષણમાં આવી અનેક મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે, જેની સીધી અસર શેરબજાર પર પડશે. જો સરકાર કેપિટલ ગેઈન્સ ટેક્સની જાહેરાત કરે તો બજાર વધી શકે છે અથવા ઘટી શકે છે.

દરેક વર્ગને બજેટ ભાષણ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને મહિલાઓ, યુવાનો, વૃદ્ધો અને ખેડૂતોને લગતી જાહેરાતો પર સૌની નજર રહેશે. નાણામંત્રી આયુષ્માન યોજના, લખપતિ દીદી અને લાડલી લક્ષ્મી જેવી યોજનાઓના વિસ્તરણ અંગે જાહેરાત કરી શકે છે.

Union Budget 2024:પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે

મહત્વનું છે કે તેમને 2019 માં ભારતની પ્રથમ પૂર્ણ-સમયની મહિલા નાણાં પ્રધાન બનાવવામાં આવી હતી. ત્યારથી, સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટ સહિત સતત છ બજેટ રજૂ કર્યા છે. નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ તેમનું સતત સાતમું બજેટ હશે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે, જેમણે 1959 અને 1964 વચ્ચે સતત પાંચ સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો  : Economic Survey 2023-2024: ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા નવ વર્ષમાં ગરીબો માટે 2.63 કરોડ મકાનોનું નિર્માણ.

Union Budget 2024: બજેટ-2024 ભાષણનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો

તમે બહુવિધ પ્લેટફોર્મ પર બજેટ-2024 ભાષણનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. બજેટનું સંસદ ટીવી અને દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તેને સંસદ ટીવી અને દૂરદર્શનની અધિકૃત YouTube ચેનલો દ્વારા ઓનલાઈન સ્ટ્રીમ કરી શકાય છે. તમે PIBની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર બજેટનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો. આ ઉપરાંત, નાણા મંત્રાલય તેની સત્તાવાર વેબસાઇટ www.finmin.nic.in પર પણ લાઇવ સ્ટ્રીમ કરશે.

Union Budget 2024: બજેટ દસ્તાવેજો ઓનલાઈન ઉપલબ્ધ થશે

નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ પૂરું થયા બાદ બજેટ દસ્તાવેજો ઓનલાઈન ઉપલબ્ધ થશે. તમે સરકારની સત્તાવાર વેબસાઇટ www.indiabudget.gov.in  પર હિન્દી અને અંગ્રેજીમાં બજેટ દસ્તાવેજો વાંચી શકો છો.

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version