ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 ઓગસ્ટ 2020
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હવે કોરોનાથી મુક્ત થયા છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને આ મામલે તેમણે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું, આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનો આભાર માનું છું અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય માટે શુભકામના આપી મારા પરિવારજનોનો સાથ આપ્યો તે તમામનો હૃદયથી આભાર માનું છું. ડોક્ટર્સની સલાહ પર થોડાં દિવસ હોમ આઈસોલેશનમાં રહીશ.
ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન અમિત શાહ ગત 2 ઓગસ્ટના રોજ સંક્રમિત થયાં હતા. તેની જાણકારી ટ્વીટ કરીને આપી હતી ગૃહપ્રધાન અમિત શાહ મેદાંતા હોસ્પિટલમાં એડમિટ થયાં હતા. કોરોનાના લક્ષણ જણાતા તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com