Site icon

Amit Shah IPS probationers: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આઈપીએસ પ્રોબેશનર્સ સાથે કરશે વાતચીત, આ પડકારોનો સામનો કરવા આપશે માર્ગદર્શન.

Amit Shah IPS probationers: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં આઈપીએસ પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે. પ્રોબેશનરી અધિકારીઓ તેમના તાલીમ અનુભવો કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી સાથે શેર કરશે. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂર્ણ કરવામાં યુવા પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકા છે

Union Home Minister Amit Shah will interact with IPS probationers

Union Home Minister Amit Shah will interact with IPS probationers

News Continuous Bureau | Mumbai

Amit Shah IPS probationers: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં 76 આરઆર (2023 બેચ)ના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે.  વાતચીત દરમિયાન પ્રોબેશનરી અધિકારીઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી ( Amit Shah ) સાથે તેમના તાલીમના અનુભવો વહેંચશે. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની કટિબદ્ધતા પૂર્ણ કરવામાં યુવાન પોલીસ અધિકારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આ બેઠક દરમિયાન પ્રોબેશનરી ( IPS probationers ) અધિકારીઓને દેશની આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા પડકારોનો સામનો કરવા માટે ગૃહમંત્રી ( Amit Shah IPS probationers )  પાસેથી માર્ગદર્શન પણ પ્રાપ્ત થશે.

આ સમાચાર પણ વાંચો:  Sabarmati Multimodal Transport Hub: ‘વિકાસ ભી, વિરાસત ભી’નું પ્રતીક એટલે ‘સાબરમતી મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ’, જાણો અમદાવાદના આ આઇકોનિક સ્ટ્રક્ચરની શું છે વિશેષતાઓ?

ભારતીય પોલીસ સેવા 2023 ( IPS  ) બેચમાં 54 મહિલા અધિકારીઓ સહિત કુલ 188 અધિકારી તાલીમાર્થીઓએ બેઝિક કોર્સ ટ્રેનિંગ ફેઝ-1 પૂર્ણ કર્યો છે. દિલ્હીમાં વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓ (સીપીઓ) સાથે બે અઠવાડિયાની તાલીમ પછી, આઈપીએસ તાલીમાર્થી અધિકારીઓ તેમના સંબંધિત કેડરમાં 29 અઠવાડિયાની જિલ્લા વ્યવહારિક તાલીમ લેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

CP Radhakrishnan: મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો આચાર્ય દેવવ્રતને સોંપાયો
Fast Track Immigration: વિદેશ યાત્રા કરતા લોકો માટે સારા સમાચાર, હવે લખનૌ સહિત દેશના 13 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સેવા ઉપલબ્ધ
PM Modi: PM મોદીએ મોરેશિયસના PM સાથે કરી મુલાકાત, જાણો બંને વચ્ચે કયા કરારો પર થયા હસ્તાક્ષર
ISIS: દેશમાં મોટું આતંકી કાવતરું થયું નિષ્ફળ, ૩ રાજ્યોમાંથી ISIS ના આટલા શંકાસ્પદ આતંકીઓની ધરપકડ
Exit mobile version