News Continuous Bureau | Mumbai
Amit Shah Cabinet: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયોને બિરદાવ્યા હતા. X પ્લેટફોર્મ પરની શ્રેણીબદ્ધ પોસ્ટમાં અમિત શાહે ઐતિહાસિક નિર્ણયો લેવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में केंद्रीय कैबिनेट ने ₹2642 करोड़ की लागत के वाराणसी-पं. दीनदयाल उपाध्याय मल्टी-ट्रैकिंग प्रोजेक्ट को मंजूरी दी, जिसमें गंगा नदी पर रेल सहित सड़क पुल का निर्माण भी शामिल है। इस परियोजना के तहत रेलवे नेटवर्क का 30 किमी विस्तार होगा।… pic.twitter.com/pQomxzqKn3
— Amit Shah (@AmitShah) October 16, 2024
અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 2,642 કરોડનાં ખર્ચે વારાણસી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટને ( Varanasi-Pandit Deendayal Upadhyay Multi-Tracking Project ) મંજૂરી આપી છે, જેમાં ગંગા નદી પર રેલવે અને રોડ પુલનું નિર્માણ સામેલ છે. આ પ્રોજેક્ટથી રેલવે નેટવર્કમાં 30 કિલોમીટરનો વધારો થશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, તેઓ દેશમાં કનેક્ટિવિટીને સતત પ્રોત્સાહન આપવા બદલ પ્રધાનમંત્રી મોદીજીનાં આભારી છે.
किसान कल्याण के प्रति समर्पित मोदी जी के नेतृत्व में केंद्रीय कैबिनेट ने आज 2025-26 सीजन के लिए रबी फसलों के MSP में वृद्धि को मंजूरी दी। रेपसीड और सरसों के MSP में ₹300 प्रति क्विंटल की सबसे बड़ी बढ़ोतरी की गई है, जबकि मसूर की MSP में भी ₹275 प्रति क्विंटल की ऐतिहासिक वृद्धि… pic.twitter.com/OuPTyY6QMa
— Amit Shah (@AmitShah) October 16, 2024
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ ( Amit Shah Cabinet ) જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ખેડૂતોનાં કલ્યાણ માટે સમર્પિત છે અને તેમનાં નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે વર્ષ 2025-26ની સિઝન માટે રવી પાક માટે એમએસપીમાં વધારો કરવાની મંજૂરી આપી છે. રેપસીડ અને સરસવના એમએસપીમાં ( Rabi Crops ) સૌથી વધુ ક્વિન્ટલે ₹300નો વધારો જોવા મળ્યો છે, જ્યારે મસૂર (મસુર) માટે ક્વિન્ટલ દીઠ ₹275નો ઐતિહાસિક વધારો થયો છે. આ વધેલી એમએસપીથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને આપણા ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતોની દરેક ચિંતાને દૂર કરવા બદલ મોદીજીનો આભાર.
આ સમાચાર પણ વાંચો : NMHC Gujarat: ગુજરાતમાં ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, પ્રથમ તબક્કામાં બનશે ₹200થી વધુ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું આ મ્યુઝિયમ.
त्योहारों के समय केंद्रीय कर्मचारियों को उपहार देते हुए मोदी जी के नेतृत्व में आज कैबिनेट ने केंद्रीय कर्मचारियों के महँगाई भत्ते (DA) और पेंशनर्स को महँगाई राहत (DR) में 3% की अतिरिक्त वृद्धि की है।
इस निर्णय से केंद्र सरकार के 49.18 लाख कर्मचारियों और 64.89 लाख पेंशनधारियों को…
— Amit Shah (@AmitShah) October 16, 2024
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તહેવારોની મોસમમાં પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં મંત્રીમંડળે આજે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા ( Dearness Allowance ) માં વધારાનાં 3 ટકા અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહત (ડીઆર)માં વધારાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 49.18 લાખ કર્મચારીઓ અને 64.89 લાખ પેન્શનધારકોને લાભ થશે. આ વિશેષ ભેટ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)