Home Minister Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં સીઆરપીએફ ગ્રૂપ સેન્ટરમાં 4 કરોડમા વૃક્ષનું વાવેતર કર્યું

Home Minister Amit Shah : 5 કરોડ વૃક્ષો વાવવાનું 'અખિલ ભારતીય વૃક્ષારોપણ અભિયાન' પર્યાવરણ સંરક્ષણના મહાકુંભ જેવું છે.આ ઝુંબેશ સીએપીએફની બહાદુરીની સાથે પૃથ્વીનાં સંરક્ષણ અને આબોહવા પરિવર્તન પ્રત્યેની સંવેદનશીલતાની નવી ગાથા લખશે.

Union Home Minister Shri Amit Shah today planted 4 crore tree at CRPF Group Center in Greater Noida, Uttar Pradesh.

News Continuous Bureau | Mumbai 

 

Join Our WhatsApp Community

Home Minister Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં(greater noida) સીઆરપીએફ ગ્રૂપ સેન્ટરમાં ગૃહ મંત્રાલયનાં અખિલ ભારતીય વૃક્ષારોપણ (tree plantation)અભિયાન અંતર્ગત 4 કરોડમા વૃક્ષનું વાવેતર કર્યું હતું.

Union Home Minister Shri Amit Shah today planted 4 crore tree at CRPF Group Center in Greater Noida, Uttar Pradesh.

શ્રી અમિત શાહે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)નાં વિવિધ 8 સંકુલોમાં રૂ. 165 કરોડના ખર્ચે નિર્મિત 15 નવનિર્મિત ભવનોનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું. જેમાં રૂ. 57 કરોડના ખર્ચે 102 રેપિડ ટાસ્ક ફોર્સમાં 220 પરિવારનાં આવાસોનું નિર્માણ, રૂ. 17 કરોડના ખર્ચે ગ્રૂપ સેન્ટર, રાયપુરમાં 50 બેડની હૉસ્પિટલનું નિર્માણ, રૂ. 16 કરોડના ખર્ચે ભરતી તાલીમ કેન્દ્ર જોધપુર ખાતે વહીવટી ભવન, ક્વાર્ટર ગાર્ડ અને પરેડ ગ્રાઉન્ડ, ગ્રૂપ સેન્ટર રાયપુરમાં રૂ. 11 કરોડના ખર્ચે 240 માણસોની બેરેકનું નિર્માણ  અને દેશના વિવિધ ભાગોમાં હૉસ્પિટલો, જીમ, મેસ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, કેન્ટીન વગેરેનું નિર્માણનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને સીઆરપીએફ, સીઆઇએસએફ, એનએસજી, એનડીઆરએફ, આઇટીબીપી, એસએસબી, બીએસએફ અને આસામ રાઇફલ્સના ડાયરેક્ટર જનરલ્સ સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, આજનો દિવસ તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ એવો સંકલ્પ લેવાયો હતો કે, ડિસેમ્બર, 2023 સુધીમાં અમે 5 કરોડ વૃક્ષો વાવીશું અને ગેપ ફિલિંગ પછી, એકવાર તે મોટાં થઈ જશે, પછી અમે તેને દુનિયાને સમર્પિત કરીશું. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ડિસેમ્બર 2023 સુધીમાં 5 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક પ્રાપ્ત થશે. તેમણે નોંધ્યું હતું કે, આ અશક્ય લાગતું કાર્ય વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે, અમારા સીએપીએફના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોએ તેને એક પડકાર તરીકે અપનાવ્યો હતો, વૃક્ષોને તેમના મિત્રો તરીકે માન્યા હતા અને તેમની સંભાળ માટે સમય સમર્પિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે 40 મિલિયનમો છોડ વાવવાથી, તે પણ પીપળનો, પૃથ્વીને હરિયાળી બનાવવામાં તમામ સીએપીએફનું પ્રદાન હંમેશા માટે યાદ રહેશે. આ અભિયાનમ શૌર્યની સાથે પૃથ્વીનાં સંરક્ષણ અને આબોહવા પરિવર્તન પ્રત્યે સીએપીએફની સંવેદનશીલતાની નવી ગાથા લખશે. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 1 કરોડ 50 લાખ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક પ્રગતિમાં છે અને આજ સુધીમાં કુલ 4 કરોડ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને 5 કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય ખૂબ જ ટૂંક સમયમાં હાંસલ કરી શકાય તેમ છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Metro-Mono: મેટ્રો, મોનો રેલને કારણે MMRDAને દર મહિને આટલા કરોડ સુધીનું નુકસાન.. જાણો શું છે આ સંપુર્ણ મામલો?

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આજે પરમવીર ચક્રથી સન્માનિત લેફ્ટનન્ટ કર્નલ એ.બી.તારાપોરની જન્મજયંતિ છે, જેમણે દેશની સુરક્ષા માટે માત્ર સર્વોચ્ચ બલિદાન જ નથી આપ્યું, પરંતુ બહાદુરીથી અગ્રમોરચે નેતૃત્વ કરીને અને દરેકનું મનોબળ વધારીને એક ઉત્તમ ઉદાહરણ પણ સ્થાપિત કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લેફ્ટનન્ટ કર્નલ એ.બી.તારાપોરની  સ્મૃતિને અમર કરી દીધી છે અને આંદામાન-નિકોબારમાં એક ટાપુનું નામ તેમનાં નામ પરથી રાખ્યું છે અને એ સુનિશ્ચિત કર્યું છે કે, તેઓ હંમેશા માટે લોકોનાં હૃદય અને મનમાં જીવંત રહે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 5 કરોડ વૃક્ષો વાવવાનું ‘અખિલ ભારતીય વૃક્ષારોપણ અભિયાન’ પર્યાવરણ સંરક્ષણના મહાકુંભ સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા તમામ સીએપીએફનાં કર્મચારીઓ તેમનાં સાહસ, ત્યાગ, સમર્પણ અને આકરી મહેનત સાથે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવા હંમેશા દ્રઢતાપૂર્વક ઊભા રહ્યા છે. દેશની આંતરિક સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન, સરહદની સુરક્ષા અને સરહદો પર સ્થિત પ્રથમ ગામોને જાહેર સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત, સીએપીએફ હવે વૃક્ષારોપણ અભિયાન દ્વારા પર્યાવરણીય સંરક્ષણ તરફ અભૂતપૂર્વ કાર્ય કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, કુદરતી આફતો હોય કે કોવિડ-19 જેવી મહામારી હોય, આપણા સીએપીએફે દરેક કટોકટીમાં પોતાનો જીવ જોખમમાં મૂકતાં અચકાયા વિના લોકોની સાથે ઊભા રહેવાની અવિરત કટિબદ્ધતા દર્શાવી છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ મારફતે આપણા સીએપીએફ દેશની સરહદો પર આવેલાં આપણાં પ્રથમ ગામડાઓને જાહેર સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, હવે વધુ એક પરિમાણ ઉમેરવામાં આવ્યું છે, જેમાં આપણાં સીએપીએફએ 4 કરોડ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરીને પર્યાવરણનાં સંરક્ષણમાં સતત પ્રયાસો કર્યા છે તથા ચાલુ વર્ષે ડિસેમ્બર સુધીમાં 5 કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક હાંસલ કરશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, વૈશ્વિક સ્તરે પર્યાવરણનાં સંરક્ષણમાં સલામતીની સાથે સંબંધિત એજન્સીનું આ સૌથી મોટું યોગદાન હશે. તેમણે જણાવ્યું હતું કે, તમામ સીએપીએફએ સાથે મળીને 4 કરોડ વૃક્ષો વાવ્યાં છે અને ગૃહ મંત્રાલયના અધિકારીઓએ વિવિધ સ્તરે આ કાર્યક્રમની દેખરેખ રાખી છે. તમામ સીએપીએફના તમામ ડીજીએ આ કાર્યક્રમ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે, અને પ્લાટૂન અને સેક્ટરનાં સ્તરે તેને હૃદયપૂર્વક સ્વીકારવામાં આવી છે. અનેક સ્થળોએ, રોપાઓની સુરક્ષા માટે રક્ષણાત્મક વાડ અને જાળીઓ સ્થાપિત કરવામાં આવી હતી, અને તેમનાં અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ તમામ પ્રયાસોને કારણે 4 કરોડ વૃક્ષો અત્યારે પૃથ્વીને વધુ હરિયાળી બનાવી રહ્યાં છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, વૃક્ષો વાવવાથી જ પર્યાવરણની સુરક્ષા શક્ય છે, આજે વાવવામાં આવેલું વૃક્ષ ભવિષ્યની અનેક પેઢીઓને ઑક્સિજન આપશે. તેમણે ઉમેર્યું હતું કે વધતાં જતાં પ્રદૂષણની સાથે ઓઝોનનાં સ્તરને નુકસાન થઈ રહ્યું છે અને તેનાં પરિણામે ભવિષ્યમાં સૌર કિરણો પૃથ્વી પર સીધી અસર કરશે, જેનાં કારણે પૃથ્વી માનવ જીવન માટે સુરક્ષિત રહેશે નહીં. તેમણે કહ્યું કે આવી પરિસ્થિતિને રોકવાનો એકમાત્ર રસ્તો એ છે કે શક્ય તેટલાં વધુ વૃક્ષો વાવો અને કાર્બન ડાયોક્સાઇડનાં ઉત્સર્જનને ઓછું કરવું. શ્રી શાહે ઉમેર્યું હતું કે, વૃક્ષારોપણ કરતી વખતે બે પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં. પ્રથમ, જે વૃક્ષો વાવવામાં આવે છે તેનું આયુષ્ય લાંબુ હોવું જોઈએ, અને બીજું, તે પીપળા, વડ, લીમડો, જામુન અને અન્ય જેવાં મહત્તમ ઑક્સિજન પ્રદાન કરવા માટે સક્ષમ હોવાં જોઈએ. તેમણે કહ્યું કે આ વૃક્ષો 60-100% સુધી ઓક્સિજન ઉત્સર્જન કરે છે અને વર્ષો સુધી પૃથ્વીનાં સંરક્ષણમાં ફાળો આપશે.

આ સમાચાર પણ વાંચો : Navi Mumbai: ટામેટાથી મળી રાહત, તો કઠોળએ ગૃહિણીઓની ટેન્શનમાં કર્યો વધારો.. જાણો છૂટક બજારમાં દાળનો કેટલો ભાવ વધ્યો….

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રોમાં ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવા અને વિકસાવવાની દિશામાં કામ કર્યું છે, જેથી દુનિયામાં દેશની સ્થિતિ મજબૂત થશે. તેમણે ઉમેર્યું હતું કે, આપણી વિરાસત અને સંસ્કૃતિએ હંમેશા પર્યાવરણનાં સંરક્ષણને પ્રોત્સાહન આપ્યું છે તથા આપણી ભાવનાઓ અને કાર્યો મારફતે આપણે હંમેશા પર્યાવરણનું સંરક્ષણ સુનિશ્ચિત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન ઇનિશિયેટિવ મારફતે આબોહવામાં ફેરફાર અને ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં ભારતને મોખરાનું સ્થાન અપાવ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ કારણથી “વસુધૈવ કુટુંબકમ્‌” – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યને જી-20નાં મિશન સ્ટેટમેન્ટ સ્વરૂપે અપનાવવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે ફ્રાન્સ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની શરૂઆત કરી છે, જે એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રિડનું નિર્માણ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ઘણા દેશો હવે આ જોડાણમાં ભાગ લઈ રહ્યા છે અને યોગદાન આપી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, લાઈફસ્ટાઈલ સ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ (LiFE) મિશન પહેલ મારફતે પ્રધાનમંત્રી મોદીએ પૃથ્વીને બચાવવાનાં સાધન તરીકે આપણી પરંપરાગત જીવનશૈલીને વિશ્વ સમક્ષ રજૂ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયા હવે આ બધી પહેલને અનુસરે છે અને આ પ્રયાસોને કારણે જ સંયુક્ત રાષ્ટ્રએ સ્થાયી વિકાસ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમની કટિબદ્ધતા સ્વીકારીને ‘ચૅમ્પિયન્સ ઑફ અર્થ’ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતે સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઘટાડવા માટે નવી પદ્ધતિઓ પણ શોધી છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન મારફતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણનાં સંરક્ષણની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે કહ્યું હતું કે, શરૂઆતમાં દેશમાં ફક્ત 39 ટકા ઘરોમાં જ શૌચાલયો હતાં, પણ અત્યારે 99.9 ટકા ઘરોમાં શૌચાલયો છે, જે પર્યાવરણનાં સંરક્ષણનાં અમારાં પ્રયાસોમાં નોંધપાત્ર સિદ્ધિ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, 20 ટકા ઇથેનોલનું મિશ્રણ, જૈવ-વાયુને જૈવઇંધણમાં પરિવર્તિત કરવા માટે 12 આધુનિક રિફાઇનરીઓનું નિર્માણ અને ગ્રીન હાઇડ્રોજન મિશન જેવી પહેલનું વિશ્વ આતુરતાપૂર્વક અવલોકન કરી રહ્યું છે અને તેનું અનુકરણ થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઠ મહત્ત્વપૂર્ણ અભિયાનો મારફતે પર્યાવરણનાં સંરક્ષણ માટે ભારતની કટિબદ્ધતા પ્રદર્શિત કરી છે, જેમાં રાષ્ટ્રીય સૌર મિશન, ઉન્નત ઊર્જા દક્ષતા માટે રાષ્ટ્રીય મિશન, રાષ્ટ્રીય સ્થાયી આવાસ પરનું મિશન, રાષ્ટ્રીય જળ અભિયાન, ગ્રીન ઇન્ડિયા માટે રાષ્ટ્રીય મિશન, હિમાલયની ઇકોસિસ્ટમને જાળવી રાખવા માટે રાષ્ટ્રીય મિશન, સ્થાયી કૃષિ માટે રાષ્ટ્રીય મિશન અને આબોહવામાં પરિવર્તન માટે વ્યૂહાત્મક જ્ઞાન પર રાષ્ટ્રીય મિશન સામેલ છે. આ બધી પહેલે આપણા દેશમાં પર્યાવરણીય સંરક્ષણની સદીઓ જૂની સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આપણા સીએપીએફએ વૃક્ષારોપણનાં આ અભિયાનનાં ભાગરૂપે ચાર કરોડ વૃક્ષો વાવ્યાં છે. જ્યારે આપણે પાંચ કરોડ વૃક્ષો વાવવાનાં લક્ષ્ય સુધી પહોંચીશું, ત્યારે આપણે ગર્વભેર સમગ્ર દેશ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવીશું, કારણ કે સીએપીએફ માત્ર નાગરિકોનાં જીવનની જ રક્ષા નથી કરતા, પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે પણ ખંતપૂર્વક કામ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે આપણા સીએપીએફે અશક્ય લાગતી બાબતને પૂર્ણ કરી છે. ગૃહ  મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જેમ સુરક્ષા અને રાષ્ટ્ર માટે બહાદુરી સીએપીએફની લાક્ષણિકતા-નીતિ છે, તેમ તેઓ વૃક્ષારોપણને પણ પોતાની લાક્ષણિકતા તરીકે સ્વીકારશે.

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version