Site icon

SBM-G Himachal Pradesh: કેન્દ્રીય મંત્રી CR પાટીલે હિમાચલ પ્રદેશના સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ પ્રગતિની કરી સમીક્ષા, રાજ્યને કર્યો ‘આ’ આગ્રહ..

SBM-G Himachal Pradesh: ODF પ્લસ મોડલની પ્રગતિમાં હિમાચલ પ્રદેશ 34 રાજ્યોમાં 21મા ક્રમે છે. હિમાચલ પ્રદેશના 17,596 ગામોમાંથી 15,832 (90%) એ ODF પ્લસ જાહેર કર્યું છે, જેમાંથી 11,102 (63%)એ ODF પ્લસ મોડલનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે

News Continuous Bureau | Mumbai

SBM-G Himachal Pradesh:  કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે હિમાચલ પ્રદેશમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G)ના અમલીકરણ અને પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ ચર્ચામાં ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) પ્લસ મોડલનો દરજ્જો હાંસલ કરવા, કચરા વ્યવસ્થાપન માળખાને મજબૂત કરવા અને સમગ્ર રાજ્યમાં ટકાઉ સ્વચ્છતા ઉકેલો અમલમાં મૂકવા પર કેન્દ્રિત હતી.  

Join Our WhatsApp Community

ODF પ્લસ મોડલની ( ODF Plus model ) પ્રગતિમાં હિમાચલ પ્રદેશ 34 રાજ્યોમાં 21મા ક્રમે છે. રાજ્યના 17,596 ગામોમાંથી, 15,832 (90%)ને ઓડીઓફ પ્લસ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 11,102 (63%) ઓડીએફ પ્લસ મોડલનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. બાકીના ગામોને માર્ચ 2025 સુધીમાં ઓડીએફ પ્લસ મોડલનો દરજ્જો હાંસલ કરવાનો લક્ષ્‍યાંક છે. મંત્રીએ સ્વચ્છતા પરિણામોને ટકાવી રાખવા અને વધુ યોગ્ય બનાવવા માટે સખત ગ્રાઉન્ડ વેરિફિકેશન પ્રક્રિયાઓની જરૂરિયાત અને ઘન અને પ્રવાહી કચરો વ્યવસ્થાપન (SLWM) અસ્કયામતોની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

SBM-G Himachal Pradesh:  સમીક્ષામાં કચરાના વ્યવસ્થાપનમાં રાજ્યની પ્રગતિ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો:

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) અંતર્ગત હિમાચલ પ્રદેશના 78% ગામોમાં ઘન કચરા વ્યવસ્થાપનની વ્યવસ્થા છે. મંત્રીએ સેગ્રિગેશન શેડ અને વેસ્ટ ટ્રાન્સપોર્ટ વાહનો જેવી સુવિધાઓની ઓપરેશનલ તૈયારી તેમજ યુઝર ચાર્જ વસૂલવાની અને SWM સુવિધાઓની જાળવણી SHGને સોંપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

86% ગામડાઓ ગ્રે વોટર ટ્રીટમેન્ટનું સંચાલન કરે છે, રાજ્યમાંથી ઓળખવામાં આવેલા ગાબડાઓને, ખાસ કરીને રાજ્યના મેદાની વિસ્તારોમાં જળ નિકાસીના અંતિમ ઉકેલનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  Abdullah Ali Al-Yahya PM Modi: કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા ભારતના પ્રવાસે, PM મોદીએ કર્યું તેમનું સ્વાગત..

હિમાચલ પ્રદેશમાં ( SBM-G Himachal Pradesh ) પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (PWM)માં પ્રગતિ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. 88 બ્લોકમાંથી માત્ર 35 બ્લોક જ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વ્યવસ્થાને પૂરા પાડે છે, સાથે રાજ્યને બાકીના PWMUની સ્થાપનામાં ઝડપ લાવવા અને યોગ્ય કાર્યક્ષમતા માટે EPR ફરજિયાત રિસાયકલર્સ અને સિમેન્ટ ઉદ્યોગો સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. રાજ્યને પણ IRC ધોરણો મુજબ રોડ બાંધકામમાં પ્લાસ્ટિક કચરાના ( Plastic Waste Management ) ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું.

વધુમાં, મંત્રીએ ( CR Patil ) રાજ્યને વ્યક્તિગત ઘરગથ્થુ શૌચાલય (IHHL)ના નિર્માણને આગળ વધારવાનો આગ્રહ કર્યો કે જેથી છેલ્લા માઈલ સુધીનો સમાવેશ સુનિશ્ચિત કરી શકાય અને તમામ વસ્તી જૂથોને કવર કરી શકાય. તેમણે રાજ્યમાં ઓ એન્ડ એમ નીતિ તેમજ એફએસએમ નીતિને આખરી સ્વરૂપ આપવા પર ઝડપી પગલાં લેવા પણ હાકલ કરી હતી. તેમણે ડિસ્લડિંગ ઓપરેટરોને નોંધણી અને કડક અમલીકરણના દાયરામાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જેથી અસુરક્ષિત વાતાવરણમાં મળનો કચરો ખાલી ન થાય.

સમીક્ષામાં એસબીએમ-જી, પંદરમા નાણાં પંચ અને એમજીએનઆરઈજીએસ હેઠળ નાણાકીય ઉપયોગની પણ તપાસ કરવામાં આવી હતી. મંત્રીએ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો અને શહેરી એસટીપીમાં ફેકલ સ્લજ અને ગંદા પાણીની કો-ટ્રીટમેન્ટ જેવા નવીન અભિગમોને પ્રોત્સાહિત કર્યા હતા.

મંત્રીએ સ્વચ્છતા ગ્રીન લીફ રેટિંગ (SGLR) હેઠળ હિમાચલ પ્રદેશના પ્રયાસોને માન્યતા આપી હતી, જેમાં 324 હોસ્પિટાલિટી યુનિટ્સ પહેલેથી રેટેડ છે. તેમણે રાજ્યના પ્રવાસન ક્ષેત્રે ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે આ પહેલને તમામ એચપીટીડીસી હોટલોમાં વિસ્તારવાનું સૂચન કર્યું હતું.

આ સમાપન ભાષણમાં તેમણે જૂથને આ મિશનને આગળ વધારવાના રીતની યાદ અપાવી જે માત્ર એક અભિયાન નથી પરંતુ એક સ્વસ્થ અને વધુ પ્રતિષ્ઠિત ભારત તરફનું આંદોલન છે. જો કે, આગળના રસ્તા માટે સામૂહિક પ્રયાસ, નવીનતા અને કાયમી ઉકેલો માટેની પ્રતિબદ્ધતાની જરૂર છે. તેમણે રાજ્યને તેની પહેલોને ઝડપી બનાવવાનો આગ્રહ કર્યો, ખાસ કરીને કચરાના વ્યવસ્થાપન અને સ્વચ્છતા માળખામાં, મજબૂત કામગીરી અને જાળવણી માળખાને સુનિશ્ચિત કરે. એચએમઓજેએસે કહ્યું કે, “સાથે મળીને આપણે હિમાચલ પ્રદેશને સ્વચ્છતાનું એક શ્રેષ્ઠ મોડેલ બનાવી શકીએ છીએ, જે સ્વચ્છ ભારતના વ્યાપક વિઝનમાં યોગદાન આપી શકે છે.”

આ સમાચાર પણ વાંચો: RRU International Moot Court Competition 2024: આવતીકાલથી યોજાશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ‘આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2024’, વિદ્યાર્થીઓને મળશે આ વિશિષ્ટ તક..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version