News Continuous Bureau | Mumbai
International Youth Day: ઈન્ટરનેશનલ યુથ દિવસ પર આયોજિત ઈમ્પેક્ટ વીથ યુથ કૉન્ક્લેવ 2024 ( Impact with Youth Conclave 2024 ) દરમિયાન કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી ડો. મનસુખ માંડવિયાએ, યુનિસેફના ભારતના પ્રતિનિધિ સિનેથીયા મેકેડફરી, યુનિસેફ ગુજરાતના ચીફ પ્રશાંતા દાસ, પ્રેસિડેન્ટ એલેક્ઝર ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્યના 33 જિલ્લામાંથી ઉપસ્થિત યુવા મિત્રોની ઉપસ્થિતિમાં સંબોધન કર્યુ હતું.
ડો. માંડવિયાએ કહ્યું હતું કે કોઈપણ દેશની તાકાત યુવાઓ હોય છે. આપણા દેશમાં સૌથી વધુ એટલે 60 કરોડથી વધુ યુવાઓ ( Indian Youth ) રહે છે. એટલે ભારત આજે યુવા દેશ તરીકે વિશ્વમાં ઓળખાય છે.

Union Minister Dr. Mansukh Mandaviya made this appeal to the youth during the Impact with Youth Conclave on the International Youth Day.
ડો. માંડવિયાએ ( Mansukh Mandaviya ) કહ્યું હતું, “પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ કહ્યું કે છે કે જ્યારે દેશ સ્વતંત્રતા દિવસની શતાબ્દિ વર્ષ ઉજવતું હોય ત્યારે એટલે કે 2047માં, દેશની આઝાદીના 100 વર્ષ થયા હોય ત્યારે આપણે દેશને વિકસિત કરવાનું છે. વિકસિત ભારતની જવાબદારી કોની, તો મોદીજીએ કહ્યું કે, એક સરકાર પ્રયાસ કરે, દેશના પ્રધાનમંત્રી તરીકે મોદીજી એકલા પ્રયાસ કરે, જી નહીં… માત્ર મંત્રીમંડળ પ્રયાસ કરે, ના, મોદીજીએ કહ્યું છે કે આ દેશ 140 કરોડ લોકોનો છે. ત્યારે આપણાં સૌની સામુહિક જવાબદારી છે કે આપણે દેશને વિકસિત બનાવીએ. અને જ્યારે દેશને વિકસિત ( Viksit Bharat ) કરવાની સામૂહીક જવાબદારી હોઈ ત્યારે હું માનું છું કે યુવાનોની વિશેષ જવાબદારી છે. અને વિકસિત બનાવવા માટે તે જરુરી નથી કે કોઈ સરકારમાં હોય તે જ તેને વિકસિત બનાવી શકે. ના. દેશનો દરેક નાગરિક, દરેક યુવાન એ સંકલ્પબદ્ધ થાય કે મારે મારા દેશને 2047 સુધીમાં વિકસિત બનાવવો છે, ડેવલપ બનાવવો છે. એ વિકસિત ભારત બનાવવા માટે કરવાનું શું. તો તે યુથે આપણા દેશ પ્રત્યે કર્તવ્ય અદા કરવાનું છે. પણ કઈ રીતે. હું એવું માનું છું કે તમે જ્યાં છો ત્યાં, જે કામ સાથે જોડાયેલા છો તે, તમે જે વ્યવહાર કરો તે, તમે જે કામ કાજ કરો તે, દરેક જગ્યાએ તમારે તમારી જાતને રાષ્ટ્ર સાથે જોડવી પડશે.”

Union Minister Dr. Mansukh Mandaviya made this appeal to the youth during the Impact with Youth Conclave on the International Youth Day.
ડો. માંડવિયાએ કહ્યું હતું કે હું સ્પોર્ટ્સ મિનિસ્ટર છું, મારા દેશમાં સારા ખેલાડીઓનું નિર્માણ થાય, મારા દેશના ખેલાડીઓને સારી તક મળે… હું ભારત સરકારનો યુથ અફેર્સ મિનિસ્ટર છું.. મારા દેશના યુવાનો માટે હું ઉત્તમ શું કરી શકું. જેથી કરીને મારા દેશના યુવાનો આગળ વધીને પોતાનું અને દેશનું નામ રોશન કરી શકે. આ વિચાર જો મને સતત આવશે ને તો કેટલીક એવી પોલિસી નીકળશે જે પોલિસી યુવાનોને દેશને દિશા આપશે. કોઈ પણ કામ માટે તમે પોતાને એકાકાર કરવાનો પ્રયાસ કરશો તો કમીન્ટમેન્ટ અને ડેડિકેશન સાથે કામ કરવું.

Union Minister Dr. Mansukh Mandaviya made this appeal to the youth during the Impact with Youth Conclave on the International Youth Day.
આ સમાચાર પણ વાંચો: Godrej Agrovet: ગોદરેજ એગ્રોવેટ ત્રિપુરામાં સ્થાપશે ઓઈલ પામ પ્રોસેસિંગ મિલ, ખેડૂતોને વ્યાપક સમર્થન પૂરું પાડવા માટે આ સેન્ટર પણ કરવામાં આવશે શરૂ
ડો. માંડવિયાએ યુથ કોન્ક્લેવમાં સંબોધન કરતા યુવાઓને આહ્વાન કરતા કહ્યું કે, વર્તમાન સમયમાં જીતવા માટે વેપન કયું હોય.. તો હાલ ડિજિટલ પાથ વે છે.. ડિજિટલ ટૂલ છે… ત્યારે સરકાર પણ સમયની સાથે મારા દેશને તક મળે તે માટે માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ લઈને આવ્યું છે. મારો આગ્રહ છે કે એક વખત માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ પર રજિસ્ટર કરજો. મેં નક્કી કર્યું છેકે આગામી દિવસમાં આ પ્લેટફોર્મ મારે યુથ માટે સિંગલ વિન્ડો બનાવવું છે. એટલે યુથની કોઈ પણ જરુરિયાત, માહિતી, કરિયર માટે કોઈ એપ્લિકેશન કરવી હોય.. કરિયર માટે કોઈ પણ જરુરિયાત હોય, કોઈ માહિતી લેવી હોય.. કોઈ ફોર્મ ભરવું હોય… માત્ર રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય લેવલે સુધી યુઝફુલ થઈ શકે. જોબ લેવાથી આપવા સુધીનો પાથવેથી ગેટવે તૈયાર કરી શકે એ પ્રકારનું પ્લેટફોર્મ માય ભારત થવા જઈ રહ્યું છે.”

Union Minister Dr. Mansukh Mandaviya made this appeal to the youth during the Impact with Youth Conclave on the International Youth Day.
કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયા ‘ આંતરરાષ્ટ્રીય યુવા દિવસના ઉપક્રમે યુનિસેફ , યુનિસેફ યુવાહ, એલિક્સર ફોઉન્ડેશન અને કેન્દ્રીય યુવા અને રમત મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.