ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓગષ્ટ 2020
નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ સરહદે આવેલા ભારતના ત્રણ ગામોને નેપાળના હોવાનો દાવો કર્યો છે. નેપાળના આ દાવાને 'યુનાઇટેડ નેશન્સ'એ સાફ શબ્દોમાં નકારી કાઢ્યો છે અને કહ્યું કે તે "આધિકારીક કામકાજ માટે નેપાળના નવા વિવાદિત નકશાનો ઉપયોગ નહીં કરે, તેમ જ વિવાદિત નકશાને માન્યતા પણ આપતું નથી."
ભારત સાથે સરહદ વિવાદને લઈ ચર્ચામાં આવેલું નેપાળ હવે વિવાદિત નકશાને વિશ્વભરમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ નવા નકશામાં ભારતનો અંદાજે 355 કિલોમીટર વિસ્તાર નેપાળનો હોવાનું દર્શાવાયું છે. જેમાં કાલાપાની,લિપુલેખ અને લિમ્પિધુરા નો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ભારત સાથે સરહદ વિવાદ વચ્ચે નેપાળે ચાલ ચાલી 20 મે એ કેબિનેટમાં નવો નકશો રજૂ કર્યો હતો. જેને નેપાળી સંસદની પ્રતિનિધિ સભાએ 13 જૂને પોતાની મંજૂરી આપી દીધી હતી. જેમાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિધુરાને નેપાળના હોવાનું દર્શાવાયું છે. ભારતે આનો વિરોધ કરવા માટે નેપાળને એક ડિપ્લોમેટિક નોટ પણ સોંપી હતી. આ સિવાય ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળના નવા નકશાને ઔતિહાસિક તથ્યોની સાથે છેડછાડ ગણાવી હતી.
આમ છતાં નેપાળી માપન વિભાગના સૂચના અધિકારીના જણાવ્યાં મુજબ, નેપાળના નવા નકશાની 4000 કોપીને અંગ્રેજીમાં પ્રકાશિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ માટે એક કમિટીની રચના કરવામાં કરવામાં આવી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com