News Continuous Bureau | Mumbai
- પીક સીઝન દરમિયાન મુસાફરીને સરળ બનાવવા માટે એડવાન્સ ટિકિટ સુવિધા
Unreserved Ticket: પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.આ દિશામાં, રેલ્વે દ્વારા મુસાફરોને ગેર -ઉપનગરીય ખંડ પર 200 કિમીથી વધુની મુસાફરી માટે ત્રણ દિવસ અગાઉ (મુસાફરીનો દિવસ સિવાય) અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાની સુવિધા પૂરી પાડી રહી છે. આ સુવિધા અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) ના તમામ કાઉન્ટરો પર ઉપલબ્ધ છે, જેનાથી મુસાફરો માટે ટિકિટ બુક કરવાની સુવિધા અને સરળતા સુનિશ્ચિત કરે છે.
આ સમાચાર પણ વાંચો : Indias Got Latent Controversy: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ પર સમય રૈના એ માફી તો નથી માંગી પરંતુ તેને તેના સોશિયલ મીડિયા પર લખી છે આવી નોંધ
Unreserved Ticket: પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, આ પહેલનો ઉદ્દેશ્ય ટિકિટ કાઉન્ટરો પર ખાસ કરીને હોળી, દિવાળી, ઉનાળા/શિયાળાની રજાઓ, ક્રિસમસ અને અન્ય રજાઓ જેવી પીક ટ્રાવેલ સીઝન દરમિયાન ભીડ અને લાઈનો ઘટાડવાનો છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ યૂટીએસ બુકિંગ વિન્ડો પર છેલ્લી ઘડીની ભીડ થી બચવા અને પરેશાની મુક્ત મુસાફરીનો આનંદ માણવા માટે આ એડવાન્સ બુકિંગ સુવિધાનો લાભ ઊઠાવે.
શ્રી વિનીતે માહિતી આપી હતી કે ઘણા મુસાફરો હજુ પણ આ સુવિધાજનક જોગવાઈથી અજાણ છે અને પશ્ચિમ રેલ્વે તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ સુવિધા ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે ફાયદાકારક છે, કારણ કે તે તેમને તેમની મુસાફરીનું આયોજન કરી શકે છે અને ટિકિટ પણ અગાઉથી બુક કરી શકે છે. આનાથી મુસાફરોને પીક ટ્રાવેલ સીઝન દરમિયાન રાહત મળશે.m મુસાફરોને તેમની મુસાફરીનું આયોજન અગાઉથી કરવા અને સરળ, તણાવમુક્ત અને આરામદાયક મુસાફરી અનુભવ માટે આ સુવિધાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
