ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ.3 એપ્રિલ 2021.
શનિવાર.
ઇન્ડિયન રેલવે પોતાના પ્રવાસીઓ ની સુવિધા માટે ટ્રેનો ની સંખ્યામાં વધારો કરતી જાય છે.પ્રવાસીઓ ને રેલ મુસાફરી માં વધારે માં વધારે વિકલ્પ મળી રહે તે માટે નવી સ્પેશ્યલ ટ્રેનો ની ઘોષણા પણ થતી જ રહે છે.

ભારતીય રેલ્વે વધુ અનઆરક્ષિત ટ્રેન સેવાઓ ચલાવવા માટે તૈયાર છે. રેલ્વે મુસાફરો માટે પરિવહન સુવિધા વધારવાના દ્રષ્ટિકોણથી રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર 5 એપ્રિલ 2021 થી 71 અનઆરક્ષિત ટ્રેન સેવાઓ શરૂ કરવા જઈ રહ્યું છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલના કહેવા પ્રમાણે, ‘આ 71 અનઆરક્ષિત ટ્રેનો મુસાફરોની સલામત અને આરામદાયક યાત્રાને સુનિશ્ચિત કરશે.
રેલ્વેએ પાંચ એપ્રિલથી જે 71 લોકલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે, તેમાંથી 17 દિલ્હી-એનસીઆર સબંધિત છે. આ તમામ ટ્રેનોને એક્સપ્રેસ બનાવીને ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પાંચ એપ્રિલથી પાનીપત, કુરૂક્ષેત્ર, ગાજિયાબાદ, રેવાડી, પલવલ, સહારનપુર, અંબાલા, શામલી વગેરે રૂટ પર ટ્રેન ચાલશે.