ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
5 જુન 2020
UPSC સિવીલ સર્વિસની પ્રારંભિક (એન્ટરન્સ) પરીક્ષા અગાઉ 1, મેના રોજ લેવાની હતી. પરંતુ, કોવિડ-19 રોગચાળો ફેલાવા મુદ્દે દેશવ્યાપી લોકડાઉનના કારણે મુલતવી રાખવામાં આવી હતી. આ વર્ષે, લગભગ 10 લાખ સિવિલ સર્વિસના ઉમેદવારોએ યુપીએસસી માટેની નોંધણી કરી છે.
@ આ સિવિલ સર્વિસીઝ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવશે :
>> પ્રથમ સિવિલ સર્વિસીસ (એન્ટરન્સ) પરીક્ષા: જેમાં બહુવિધ પસંદગીના પ્રશ્નો હોય છે. જેમાં બે પેપર રહેશે – જનરલ એબિલિટી ટેસ્ટ (જીએટી) અને સિવિલ સર્વિસિસ એપ્ટીટ્યુડ ટેસ્ટ (સીએસએટી), આ બંને ફરજિયાત છે. પ્રારંભિક પરીક્ષા ક્લિયર કરનારા જ ઉમેદવારો આગલા રાઉન્ડ માટે પાત્ર છે.
>> હવે પછીનો તબક્કો સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા છે, જેના પેપરો પાંચ દિવસના સમયગાળામાં લેવામાં આવશે.
>> અંતિમ રાજ્ય ઇન્ટરવ્યૂ અથવા વ્યક્તિત્વ પરીક્ષણ છે, જે મુખ્ય પરીક્ષાના ભાગ તરીકે ગણવામાં આવે છે..