US Russian Oil Waiver| રશિયન ઓઇલ પર અમેરિકા નરમ વૈશ્વિક સ્તરે તેલના ભાવ ઘટવાની આશા વચ્ચે ભારત માટે આવ્યા સારા સમાચાર

US Russian Oil Waiver| અમેરિકી નાણા મંત્રાલયે રશિયા પર ૩૦ દિવસ માટે ટેમ્પરરી જનરલ લાયસન્સ લંબાવ્યું, સમુદ્રમાં અટવાયેલા રશિયન જહાજોનો રસ્તો સાફ થયો

by Janvi Soni
US Russian Oil Waiver| રશિયન ઓઇલ પર અમેરિકા નરમ વૈશ્વિક સ્તરે તેલના ભાવ ઘટવાની આશા વચ્ચે ભારત માટે આવ્યા સારા સમાચાર

 

News Continuous Bureau | Mumbai

US Russian Oil Waiver| સમગ્ર વિશ્વમાં યુદ્ધની ગંભીર પરિસ્થિતિને કારણે ઊભા થયેલા તેલ સંકટ અને વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા અને ઉદ્યોગો માટે એક રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ રશિયા પાસેથી કાચા તેલની ખરીદી માટે વૈવસ્વિક સ્તરે ફરી એકવાર પ્રતિબંધોમાં મોટી છૂટ આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. અમેરિકાના આ મોટા નિર્ણયનો સીધો આર્થિક ફાયદો ભારતને મળી શકે છે. અમેરિકી નાણા મંત્રાલયે રશિયન તેલની ખરીદી અને ટ્રાન્સપોર્ટેશન માટે આગામી ૩૦ દિવસ સુધી કામચલાઉ છૂટ આપવાનો આદેશ જાહેર કર્યો છે.

ચીનને રોકવા માટે અમેરિકાએ લીધો આ મોટો આંતરરાષ્ટ્રીય નિર્ણય

અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ નવી છૂટ માત્ર એવા રશિયન તેલ કાર્ગો પર જ લાગુ થશે જે પહેલાથી જ મોટા જહાજો પર લોડ થઈ ચૂક્યા છે અને હાલમાં સમુદ્રમાં મધ્ય રસ્તે ઉભા છે. આ યોજના હેઠળ રશિયા સાથે કોઈ નવો તેલ સોદો અથવા નવા નિકાસની મંજૂરી આપવામાં આવશે નહીં. નાણા મંત્રી બેસેન્ટે વધુમાં જણાવ્યું કે આ કદમ ઉઠાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ચીન વૈશ્વિક સંકટનો ખોટો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર તેલનો મોટો સ્ટોક જમા ન કરી લે અને આ તેલ સીધું એવા દેશો સુધી પહોંચે જેમને અત્યારે ઉર્જાની તાતી જરૂરિયાત છે. તાજેતરના યુદ્ધ બાદ આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકાએ જનરલ લાયસન્સ દ્વારા સમુદ્રમાં ફસાયેલા તેલના જહાજોનો રસ્તો સાફ કર્યો છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાથી ભારતને આ છૂટની ખૂબ જરૂર હતી

તમને જણાવી દઈએ કે ભારત પોતાની કુલ જરૂરિયાતના ૮૫ ટકાથી વધુ કાચું તેલ વિદેશી દેશોમાંથી આયાત કરે છે. જો કે, અમેરિકા અને ઈરાન વચ્ચે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલા ભયાનક યુદ્ધ બાદથી વૈશ્વિક સપ્લાય ચેન સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. તેલની સપ્લાય માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મહત્વપૂર્ણ ગણાતો દરિયાઈ માર્ગ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે બંધ છે અને તેના કારણે ભારત સહિત અનેક દેશોમાં તેલ, ગેસ અને એલપીજી જેવા ઈંધણની પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આ નાજુક સમયમાં અમેરિકા તરફથી મળેલી ૩૦ દિવસની આ મહોલત બાદ ભારતીય રિફાઇનરી કંપનીઓ સમુદ્રમાં અટવાયેલા રશિયન જહાજોમાંથી કોઈપણ અમેરિકી પ્રતિબંધના ડર વિના તેલ આયાત કરી શકશે, જેનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય વ્યવસ્થા ઘણી સુધરશે.

અમેરિકી છૂટ હોય કે ન હોય, અમે રશિયા પાસેથી તેલ ખરીદતા રહીશું – ભારત

દુનિયામાં કાચા તેલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ ભારત, પહેલાથી જ સસ્તા ભાવોનો લાભ લેવા માટે રશિયા પાસેથી તેલની ખરીદીમાં મોટો વધારો કરી ચૂક્યો છે. આ અગાઉ માર્ચ ૨૦૨૬માં ભારતે રશિયા પાસેથી રેકોર્ડબ્રેક ૨૨.૫ લાખ બેરલ પ્રતિ દિન કાચા તેલની આયાત કરી હતી. આ દરમિયાન ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે અમેરિકી પ્રતિબંધોમાં છૂટ મળે કે ન મળે, ભારત પોતાના દેશહિતમાં રશિયા પાસેથી તેલ ખરીદતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ ખરીદતું રહેશે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ભારત વ્યાપારી દ્રષ્ટિકોણ અને બજારમાં પુરવઠાની ઉપલબ્ધતાના આધારે જ તેલ ખરીદવાના નિર્ણયો લે છે અને દેશમાં ઈંધણની કોઈ અછત સર્જાવા દેવામાં આવશે નહીં.

👉 આ સમાચાર વાચો:
Mumbai Bread Price Hike। સામાન્ય જનતા પર મોંઘવારીનો ડબલ ડોઝ! હવે સવારનો નાસ્તો પણ મોંઘો થયો, બ્રેડના ભાવમાં આટલા રૂપિયા સુધીનો તોતિંગ વધારો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More