Site icon

અમેરિકાની લાલ આંખ: ચીનને કહ્યું ‘ચું કે ચા કરશો નહિ, અમારા બે એરક્રાફ્ટ ગમે ત્યારે હુમલો કરી શકે છે’.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

6 જુલાઈ 2020 

દુનિયાભરમાં કોરોના વાઇરસ ફેલાવનારું ચીન હજુ તેની હરકતોથી બાજ નથી આવ્યું. ચીને કોરોના ફેલાવીને વાઇરસની હકીકત છુપાવીને દુનિયાને મુશ્કેલીમાં મુકી દીધી છે, સૌથી વધુ સમય સુધી આની અસર અમેરિકામાં રહેતા લોકોને થયી છે. કોરોનાના લાખો કેસ છે અને હજારો લોકોનાં મોત થઇ ગયા છે, આવી સ્થિતીમાં ચીને અમેરિકાને જોઇ લેવાની ધમકી આપી છે, જેની સામે અમેરિકાએ ધમકી આપતા કહી દીધું છે કે "અમારા બે એરક્રાફ્ટ કેરિયર તમારી બાજુમાં જ દક્ષિણ ચીન સાગરમાં તૈનાત છે, જો ચીને કોઇ ચાલાકી કરી છે તો…!!" આમ  અમેરિકાએ સીધી જ યુધ્ધની ધમકી આપી દીધી છે.

ભારત સામે સતત દાદાગીરી કરનારું ચીન હવે બધી બાજુથી ઘેરાયું છે, હોંગકોંગ, તાઇવાન, ભારત, અમેરિકા અને બ્રિટન સહિતના દેશો ચીનની સામે એક થયા છે. અમેરિકા અને બ્રિટને તો યુરોપથી તેની સેના હટાવીને એશિયામાં હવાઇ, તાઇવાન અને ઓસ્ટ્રેલિયામાં તૈનાત કરી દીધી છે, અમેરિકા તો પહેલેથી જ ચીનને શબક શિખવાડવાના મૂડમાં છે. ઉલ્લેખનીય છે કે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે "ચીનની મિસાઈલ ડોંગફેંગ-21 અને ડોંગફેંગ-25 અમેરિકાના બંને એરક્રાફ્ટ કેરિયરનો સફાયો કરવા સક્ષમ છે. તેની સામે અમેરિકા હવે લાલઘુમ થયું છે. અને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તો સ્પષ્ટ કહી દીધું છે કે અમારા બે એરક્રાફ્ટ ગમે ત્યારે ચીન પર હુમલો કરવાં તૈયાર છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Pakistan Drone Deal: ઓપરેશન સિંદૂરનો ડર હજી પણ… તુર્કી નહીં આ દેશમાંથી ડ્રોન લેશે PAK, ભારતની તીવ્ર નજર.
Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Exit mobile version