ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી છે.
આ મિટિંગમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
કમલા હેરિસે પીએમ મોદી ને કહ્યું કે, યૂએસ ભારત સરકારની તે જાહેરાતનું સ્વાગત કરે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ટૂંક સમયમાં જ કોરોના વેક્સીનની નિકાસ ફરીથી શરૂ કરશે.
પીએમ મોદીએ આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકાને એકબીજાના પ્રાકૃતિક ભાગીદાર ગણાવ્યા છે.
બેઠક દરમિયાન, કમલા હેરિસે આતંકવાદના સંબંધમાં પાકિસ્તાનની ભૂમિકાની નોંધ લીધી અને આતંકવાદી જૂથો માટે ઇસ્લામાબાદના સમર્થનને રોકવા અને તેની નજીકથી દેખરેખ રાખવાની જરૂરિયાત પર સંમત થયા હતા.
મુંબઈમાં શાળાઓ ક્યારે ખૂલશે? મેયરે આપ્યો આ જવાબ