Site icon

રેલ્વે સ્ટેશનોની થશે કાયાકલ્પ.. 120 સ્ટેશનો પર યુઝર્સ ચાર્જ લેવામાં આવશે, ભાડામાં પણ થશે વધારો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 ડિસેમ્બર 2020
આવનારા સમય માટે, રેલવેના મુસાફરો ઊંચા ભાડા ચૂકવવા તૈયાર રહેજો. રેલવે એ 120 થઈ વધુ સ્ટેશનોની સુંદરતા અને સુવિધાઓ વધારવા માટે પસંદ કર્યા છે. સ્ટેશન રીડેવલપમેન્ટ ખાનગી કંપનીઓ ના હાથમાં આપવામાં આવશે. સરકારનો મત છે કે જ્યારે ખાનગી રોકાણકારો આવશે, તો પોતાની સાથે રોજગારી પણ લાવશે.

Join Our WhatsApp Community

નોંધનીય છે કે, કેબિનેટ આગામી બે અઠવાડિયામાં યુઝર્સ ચાર્જ અંગે નિર્ણય લઈ શકે છે. રેલવે મંત્રાલયે યુઝર્સને કેટલા સ્ટેશનો પર ચાર્જ વસૂલવા તે અંગે નિર્ણય લેવો પડશે. માનવામાં આવે છે કે આ ચાર્જ 10-50 રૂપિયાની વચ્ચે રહેશે. આ ચાર્જ જુદા જુદા વર્ગો માટે અલગ અલગ  હશે. પ્રથમ વર્ગના મુસાફરો માટે ચાર્જ મહત્તમ રહેશે.  

માનવામાં આવે છે કે પ્રથમ તબક્કામાં, 120 સ્ટેશનો પર યુઝર ચાર્જ લાગુ કરવામાં આવશે. આમાં નવી દિલ્હી, મુંબઇ (છત્રપતિ શિવાજી ટર્મિનસ), નાગપુર, તિરૂપતિ, ચંદીગઢ, ગ્વાલિયર જેવા સ્ટેશનો શામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવી દિલ્હી અને મુંબઇ માટેની બિડિંગ તારીખ 18 ડિસેમ્બર અને 15 ડિસેમ્બર કરવામાં આવી છે. 

ખાનગી રોકાણકારોને મુસાફરોને બેફામ ચાર્જ વસૂલી લૂંટે નહીં તે માટે રેલવે મંત્રાલય સતત તેમના પર નજર રાખશે. સૂત્રો એમ પણ કહે છે કે આની અસર પ્લેટફોર્મ ટિકિટ પર પણ પડશે. મુસાફરોના કિસ્સામાં, તેનો ભાડામા સમાવેશ કરવામાં આવશે. આ ચાર્જને અનરક્ષિત વર્ગમાં સમાવવામાં આવશે કે નહીં, હાલમાં તે અંગે સંમતિ આપવામાં આવી નથી.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version