News Continuous Bureau | Mumbai
પુષ્કર સિંહ ધામીની સરકારે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા અંગે એક સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે.
ઉત્તરાખંડ સરકારે આ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, બૌદ્ધિકો તથા સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓની એક કમિટી બનાવવા નિર્ણય લીધો છે.
બુધવારે શપથ લીધા પછી, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમની સરકાર ચૂંટણી પહેલા જનતા માટે કરવામાં આવેલા તમામ ઠરાવોને પૂર્ણ કરશે, જેમાં સમાન નાગરિક સંહિતાના મુખ્ય ઠરાવનો સમાવેશ થાય છે.
આમ દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરનાર ઉતરાખંડ પ્રથમ રાજય બની શકે છે.
જોકે વિપક્ષોએ કટાક્ષ કરતા દાવો કર્યો છે કે રાજ્યમાં પાંચ વર્ષ ભાજપનું શાસન હતું પરંતુ તેને મુખ્યમંત્રી બદલાવવા સિવાય કંઈ કર્યું નથી.
આ સમાચાર પણ વાંચો :શું મોદી સરકાર રેલવેનું ખાનગીકરણ કરશે ? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું આ મોટું નિવેદન ; જાણો વિગતે