Uttarkashi Tunnel Collapse: 9 દિવસથી 41 જિંદગીઓ ટનલમાં, PM મોદીએ સીએમ ધામી સાથે કરી ટેલિફોનિક વાતચીત.. આપ્યા આદેશ..

Uttarkashi Tunnel Collapse: ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે રોબોટિક્સ મશીન સિલ્ક્યારા ટનલ સાઇટ પર પહોંચી ગયું છે. સમય પસાર થવાની સાથે ખતરો વધી રહ્યો છે, જેના કારણે બચાવ કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.

by kalpana Verat
Uttarkashi Tunnel Collapse: PM Modi speaks to CM Dhami; rescue ops enter Day 9

News Continuous Bureau | Mumbai

 Uttarkashi Tunnel Collapse: ઉત્તરકાશી (Uttarkashi) ની સિલ્ક્યારા ટનલની અંદર 41 મજૂરો ફસાયાને આજે 9 દિવસ થઈ ગયા છે. કામદારોને બહાર કાઢવા માટે ઘણી યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી અને તેના પર પૂરી તાકાતથી કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ટનલની અંદર પડેલો કાટમાળ મોટી અડચણો ઉભી કરી રહ્યો છે. કામદારોને બહાર કાઢવાની કામગીરી અત્યાર સુધી નિષ્ફળ રહી છે. 9 દિવસથી સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને જૂના મશીનની સાથે નવા મશીનોથી ડ્રિલિંગની (driling) કામગીરી કરવામાં આવી રહી છે.

 બચાવ અભિયાન અંગે અપડેટ

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી હતી અને નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં કામદારોના ચાલી રહેલા બચાવ અભિયાન અંગે અપડેટ લીધી હતી. 

વડાપ્રધાન મોદી (PM Modi) એ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી બચાવ સાધનો અને સંસાધનો આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચેના પરસ્પર સંકલનથી કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. ફસાયેલા કામદારોનું મનોબળ જાળવી રાખવાની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો :  Snacks Recipe: નાની નાની ભૂખ માટે બનાવો ઝંઝટ વગર કોબીના કબાબ, નોંધી લો રેસિપી

ટનલમાં ફસાયેલા કામદારો સુરક્ષિત 

વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પરસ્પર સંકલન અને તત્પરતા સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. ટનલ (Tunnel) માં ફસાયેલા કામદારો સુરક્ષિત છે અને ઓક્સિજન, પૌષ્ટિક ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના અભિપ્રાય લીધા બાદ રાહત અને બચાવ કામગીરી માટે એજન્સીઓ કામ કરી રહી છે.

મુખ્યપ્રધાન પુષ્કર ધામીએ જણાવ્યું હતું કે તેમણે પોતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું અને બચાવ કામગીરી પર સતત નજર રાખી રહ્યા હતા. ત્યાં મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સુરંગની અંદર ફસાયેલા તમામ કામદારો સુરક્ષિત છે અને તેમને જલ્દીથી બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી વડાપ્રધાને ત્રણ વખત મુખ્યમંત્રી પાસેથી સ્થિતિની માહિતી લીધી છે. પીએમઓની ટીમે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સંકલન કાર્ય કરી રહી છે.

 કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવા સૂચના 

મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે અધિકારીઓને ફસાયેલા કામદારો અને તેમના પરિવારોનું મનોબળ જાળવી રાખવા અને તેમની સાથે સતત વાતચીત કરીને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે મનોચિકિત્સકો દ્વારા કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ સરકાર અહીં આવવા ઇચ્છતા કામદારોના પરિવારો માટે પરિવહન, ભોજન, રહેઠાણ અને મોબાઇલ રિચાર્જનો ખર્ચ ઉઠાવશે. આપત્તિના આ સમયમાં આપણે બધાએ કામદારો અને તેમના પરિવારોનું મનોબળ જાળવી રાખવાનું છે.

સીએમ ધામીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટોચની પ્રાથમિકતા ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે, જેની વડાપ્રધાન કાર્યાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે ફરીથી પુનરોચ્ચાર કર્યો કે ટનલ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડમાં રાજ્ય સરકારના ટનલ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે.

Join Our WhatsApp Community

You may also like