ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
હવે જ્યારે તહેવારોની સિઝન આવી રહી છે, ભીડભાડ વધશે તો કોરોના વક૨તા વાર નહીં લાગે. નવરાત્રી, દુર્ગાપૂજા, દિવાળી અને છઠ્ઠપૂજા વખતે જો ભીડ એકઠી થઈ તો ખરાબ પરિણામો ભોગવવાં પડશે. તહેવારોમાં સરકારે જાહેર કરેલા નિયમોનું ચુસ્તપણે પાલન જ આપણને કોરોનાથી બચાવશે. કોરોના વધુ વકરે નહીં અને અત્યાર સુધી એને કાબૂમાં લેવા જે પગલાં લેવામાં આવ્યાં છે, એના પર પાણી ફરી વળે નહીં એ માટે સરકાર આપણને સાવધ કરી રહી છે. હવે સરકારના નિયમોનું પાલન કરવાની દરેક નાગરિકની ફરજ છે.
કોરોનાની વેક્સિન લીધા બાદ અમેરિકાના નાગરિકો જે રીતે બેદારકાર બની ફરતા હતા, એનાં માઠાં પરિણામો તેઓ ભોગવી રહ્યા છે. અમેરિકાના કેટલાંક રાજ્યોમાં હૉસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં શબઘરો મૃતદેહોથી ભરાઈ જતાં મુવિંગ આઇસકોલ્ડ વેન મગાવવાની જરૂર પડી છે.
‘સ્વચ્છ ભારત મિશન’, જંગલના રાજા સિંહે કર્યો જાહેર શૌચાલયનો ઉપયોગ; જુઓ આ વીડિયો
ભારતમાં પણ સરકાર વખતોવખત લોકોને ચેતવણી આપી રહી છે કે કોરોના હજી ગયો નથી. માસ્ક પહેરવાની, સામાજિક અંતર જાળવવા, વારંવાર હાથ ધોવા, સેનિટાઇઝર વાપરવું. કોરોનાની ગાઇડલાઇન અનુસરવાની હવે ખાસ જરૂર છે. માસ્કથી મુક્તિનો સમય હજી આવ્યો નથી. ગમે ત્યારે કોરોના માથું ઊંચકી શકે છે. કારણ કે સુરત શહે૨માં કોરોના વાયરસનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, એમાં આખો પરિવાર સંક્રમિત થવાના કેસ વધી રહ્યા છે. ભરથાણામાં બે બાળકો સહિત આખા પરિવારમાં 6 લોકોને કોરોના થયો છે. આ સાથે સુરતમાં 72 ઍક્ટિવ કેસ અને 601 લોકો હોમ ક્વોર્ન્ટાઇનમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.
90 કરોડ નાગરિકોને વેક્સિન ભલે અપાઈ પણ બેદરકાર બનવાની જરૂર નથી. કો૨ોનાનો વાયરસ વારંવાર એનું સ્વરૂપ બદલીને રૌદ્ર સ્વરૂપ બતાવવાની ક્ષમતા ધરાવે છે, જેનો અનુભવ આપણને સૌને બીજી લહે૨માં થઈ ગયો. પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેર ભયાનક અને વધુ જીવલેણ પુરવાર થઈ હતી. એટલે સાવચેતી રાખવી જ આવશ્યક છે.