Site icon News Continuous Bureau | Mumbai

અરે બાપરે! દેશમાં છેલ્લા૪૦ દિવસમાં રસીકરણ ૫૦ ટકા ઘટ્યું; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

દેશમાં હાલ રસીકરણ ત્રીજા તબક્કામાં છે, જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો રસી લેવાને પાત્ર છે, પરંતુ રસીની અછતને કારણે ઘણી જગ્યાએ 18-44 વર્ષના લોકોને રસી આપવાનો પ્લાન માંડી વળાયો છે અથવા તો સ્લૉટ મેળવવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે એક રિપૉર્ટમાં માહિતી મળી છે કે દેશમાં છેલ્લા 40 દિવસમાં રસીકરણમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. અપ્રિલ મહિના કરતાં મે મહિનામાં રસીકરણ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યું છે. COVID19India.orgના આંકડાઓ અનુસાર એપ્રિલમાં સંક્રમણ વધુ હતું ત્યારે રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું હતું. ૧૦ એપ્રિલે દેશમાં સૌથી વધુ ૩૬,૫૯,૩૫૬ ડોઝ આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ દરરોજ અપાતા ડોઝની સંખ્યા ઘટતી રહી છે. 21મી મેના રોજ માત્ર ૧૭,૯૭,૨૭૪ રસીના ડોઝ જ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં દરરોજ સરેરાશ ૩૦ લાખથી વધુ ડોઝ અપાતા હતા, ત્યારે મે મહિનામાં આ આંકડો માત્ર ૧૬ લાખની ઉપર છે. એપ્રિલમાં લગભગ નવકરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. તેની સામે મે મહિનામાં 20 દિવસ સુધીમાં માત્ર ચાર કરોડ રસીના ડોઝ જ આપવામાં આવ્યા છે.

CJP Protest Security Measures CJP ના આંદોલન પહેલાં રેલવેનો મોટો નિર્ણય દિલ્હી આવતી તમામ મેઇલએક્સપ્રેસ ટ્રેનો રદ્દ
Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Murli Manohar Joshi Vote Theft Row ‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ’ ભાજપના જ પીઢ નેતા મુરલી મનોહર જોષીના નિવેદનથી મોદી સરકાર ભીંસમાં
Rahul Gandhi Action Guarantee જંતરમંતરથી રાજઘાટ સુધી વિપક્ષનું શક્તિપ્રદર્શન! સંસદ સભ્યોની અટકાયત છતાં આંદોલન તેજ રાહુલ ગાંધી બોલ્યા ‘CEC એ રાજીનામું આપવું જ પડશે’
Exit mobile version