ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
આજે કેન્દ્રીય કેબિનેટ મિટિંગ હતી. આ મીટીંગ આશરે બે કલાક સુધી ચાલી હતી જેમાં કોરોના સંદર્ભે સવિસ્તાર ચર્ચા થઈ હતી.
સરકારે એવો નિર્ણય કર્યો છે કે પ્રાઇવેટ હોસ્પિટલોને હવે સરકાર વેક્સિન નહીં આપે. અત્યાર સુધી પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલોમાં ભારત સરકાર દ્વારા રસી આપવામાં આવતી હતી. પ્રાઇવેટ હોસ્પિટલ એ હવે રસી બનાવતી કંપનીઓ પાસે થી વેક્સિન ખરીદવી પડશે. બીજી તરફ સરકારે એવો નિર્ણય પણ કર્યો છે કે ભારતમાં ઉત્પાદન પામતી તમામ રાસીઓમાં થી ન્યૂનતમ 50% વેક્સિન ભારત સરકાર ખરીદી લેશે.
મહારાષ્ટ્ર સરકાર પોતે કોરોનાના જીનોમ સિકવન્સ નું કરાવશે.
આમ હવે આવનાર દિવસોમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં આસાનીથી રસી નહીં મળે.
