News Continuous Bureau | Mumbai
ભારતીય રેલ્વે(Indian Railway)એ વધુ એક સફળતા હાંસલ કરી છે. ટ્રેન-18 તરીકે પણ ઓળખાતી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) એ ટ્રાયલ રન(Trail Run) દરમિયાન 180 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા(Speed Limit)ને પાર કરી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે(Uninion Railway Minister) આ અંગે માહિતી આપી છે. અશ્વિની વૈષ્ણવે(Ashwini Vaishnav) પણ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. જુઓ વિડીયો..
#VandeBharat-2 speed trial started between Kota-Nagda section at 120/130/150 & 180 Kmph. pic.twitter.com/sPXKJVu7SI
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022
વિડીયો શેર કરતા કેન્દ્રીય રેલવે મંત્રી(Uninion Railway Minister Ashwini Vaishnav) એ લખ્યું છે કે, 'વંદેભારત-2ની સ્પીડ ટ્રાયલ કોટા-નાગદા સેક્શન વચ્ચે 120/130/150 અને 180 કિમી પ્રતિ કલાકની ઝડપે શરૂ થયું.' મહત્વનું છે કે આ ટ્રાયલ કોટા-નાગદા સેક્શન વચ્ચે ચાલી રહી છે અને ટ્રેને 120/130/150 અને 180 kmphની સ્પીડ પાર કરી છે.
આ સમાચાર પણ વાંચો : બેસ્ટની બસની લાંબી લાઈનમાં ઉભા નથી રહેવું- ફટાફટ ઓફિસે પહોંચવું છે- તો કરો આ કામ
ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ હવે રેલવે સેફ્ટી કમિશનરને તેનો રિપોર્ટ(report) મોકલવામાં આવશે અને ગ્રીન સિગ્નલ(Green Signal) મળ્યા બાદ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બીજા નવા રૂટ પર ચાલવા લાગશે. આ ટ્રેનને અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડાવવામાં આવે તેવી પણ શક્યતા છે.
કહેવામાં આવી રહ્યું છે કે વંદે ભારત વર્તમાનમાં શતાબ્દી એક્સપ્રેસ (Shatabdi Express)ની જગ્યા લઇ શકે છે. જો અનુકૂળ ટ્રેક અને ગ્રીન સિગ્નલ હોય તો આ ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકવા માટે સક્ષમ છે. દરમિયાન રેલવેએ દાવો કર્યો છે કે વડા પ્રધાન મોદી(PM Narendra Modi)ની જાહેરાત મુજબ 75 વંદે ભારત ટ્રેનો 15 ઓગસ્ટ, 2023 સુધીમાં પાટા પર દોડવાનું શરૂ કરશે. ICF પાસે દર મહિને છ થી સાત વંદે ભારત રેક (ટ્રેન)ની ઉત્પાદન ક્ષમતા છે અને આ સંખ્યા વધારીને 10 કરવા પ્રયાસો ચાલુ છે.