Site icon

Vande Bharat Express: ભારે કરી! વંદે ભારત એક્સપ્રેસમાં ટોયલેટનો ઉપયોગ…. છ હજાર રૂપિયામાં પડ્યુ! જાણો શું છે આખો મામલો..

Vande Bharat Express: ભોપાલ રેલવે સ્ટેશન પર એક વ્યક્તિને વંદે ભારત ટ્રેનના બાથરૂમનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે. પત્ની અને પુત્ર સાથે રેલવે પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને પેશાબ લાગી હતી અને તેના માટે તેણે ત્યાં ઊભેલી વંદે ભારત ટ્રેનના બાથરૂમનો ઉપયોગ કર્યો હતો. જોકે, તે પેશાબ કરીને બહાર આવ્યો ત્યારે ખબર પડી કે ટ્રેનના દરવાજા લોક થઈ ગયા છે અને અંતે તેમને 6000 રૂપિયાનું નુકસાન પણ ઉઠાવવું પડ્યું હતું.

Vande Bharat Express: Vande Bharat makeover for Indian Railways; but what needs to be done for the common man’s shubh-yatra?

Vande Bharat Express: Vande Bharat makeover for Indian Railways; but what needs to be done for the common man’s shubh-yatra?

News Continuous Bureau | Mumbai

 Vande Bharat Express: રેલવે પ્લેટફોર્મ પર પરિવાર સાથે ઊભા રહેલા એક વ્યક્તિને બાથરૂમ જવાની જરૂર પડી હતી પરંતુ તેને વિચાર પણ નહીં કર્યો હોય કે તેને ટોઈલેટનો ઉપયોગ 6000 રૂપિયામાં પડશે. હા કદાચ આ જાણીને તમને આશ્ચર્ય થશે પરંતુ આ ઘટના ભોપાલ રેલવે સ્ટેશન (Bhopal Railway Station) પર બની હતી. હૈદરાબાદ (Hyderabad) ના અબ્દુલ કાદિર પોતાના પરિવાર સાથે ભોપાલ રેલવે સ્ટેશન પર હતા. ત્યારે તેમને અચાનક જ પેશાબ લાગી હતી. અબ્દુલ કાદિરે તેના માટે ત્યાં ઊભેલી વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) ના ટોઈલેટ (Toilet) નો ઉપયોગ કર્યો હતો જે અબ્દુલ કાદિરને ભારે પડ્યું હતું.

Join Our WhatsApp Community

અબ્દુલ કાદિર પોતાની પત્ની અને આઠ વર્ષીય પુત્ર સાથે હૈદરાબાદથી મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં આવેલા તેમના હોમટાઉન સિંગરોલી (Singrauli) જઈ રહ્યા હતા. અબ્દુલ કાદિર હૈદરાબાદ અને સિંગરોલીમાં ડ્રાઈફ્રુટ પોતાની દુકાન ધરાવે છે. અબ્દુલ કાદિરને તેનો પરિવાર હૈદરાબાદથી ભોપાલ આવ્યા હતા અને ત્યાંથી તેમને સિંગરોલી માટે ટ્રેન પકડવાની હતી. તેઓ 15 જુલાઈએ સાંજે 5.20 વાગ્યે ભોપાલ સ્ટેશને પહોંચ્યા હતા અને સિંગરોલીની તેમની ટ્રેન રાત્રે 8.55 વાગ્યાની હતી.

હવે બન્યું એવું કે તેઓ જ્યારે પ્લેટફોર્મ પર ઊભા હતા ત્યારે અબ્દુલને પેશાબ લાગી હતી. જેના કારણે તેમણે ઈન્દોરની વંદે ભારત ટ્રેનના ટોઈલેટનો ઉપયોગ કર્યો હતો. ટોઈલેટમાં હળવા થઈને બહાર આવ્યા ત્યારે અબ્દુલને ખ્યાલ આવ્યો કે વંદે ભારતના દરવાજા લોક થઈ ગયા છે. એટલું જ નહીં ટ્રેન પણ ચાલવા લાગી હતી. પત્ની અને પુત્ર પ્લેટફોર્મ પર હતા અને પોતે ટ્રેનમાં બંધ થઈ ગયા હતા. તેવામાં અબ્દુલે વિવિધ કોચમાં હાજર રહેલા ત્રણ ટિકિટ કલેક્ટર્સ અને ચાર પોલીસકર્મીઓને પોતાની વાત જણાવીને મદદ કરવા કહ્યું હતું. જોકે, તેમણે કહ્યું કે ફક્ત ડ્રાઈવર જ દરવાજા ખોલી શકે છે. પરંતુ તેઓ જ્યારે ડ્રાઈવર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: Mumbai Rain: મુંબઈ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, અંધેરી સબવે કરાયો બંધ.. જુઓ વિડીયો

ટ્રેનના બાથરૂમનો ઉપયોગ કરવો તેમને 6000 રૂપિયામાં પડ્યો હતો

આટલી મુશ્કેલી ઓછી હોય તેમ અબ્દુલને આર્થિક રીતે પણ નુકસાન ઉઠાવવું પડ્યું હતું. ટિકિટ વગર વંદે ભારત ટ્રેનમાં બેસવા બદલ તેમને 1020 રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. ટ્રેન જ્યારે ઉજ્જેન ઊભી રહી ત્યારે અબ્દુલ તેમાંથી બહાર આવી શક્યો હતો અને ભોપાલ જવા માટે તેમને બસ પકડવી પડી હતી. જેની ટિકિટ 750 રૂપિયા હતા. બીજી તરફ જ્યારે અબ્દુલ ટ્રેનમાં ફસાઈ ગયો હતો, ત્યારે ભોપાલ પ્લેટફોર્મ પર હાજર તેમની પત્ની અને પુત્ર ચિંતિત થઈ ગયા હતા. તેઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા કે તેમણે અહીં પતિની રાહ જોવી કે પછી તેમની સિંગરોલી જઈ રહેલી ટ્રેનમાં બેસી જવું. અંતે તેમણે સિંગરોલી જઈ રહેલી દક્ષિણ એક્સપ્રેસ ટ્રેનમાં નહીં બેસવાનો નિર્ણય લીધો હતો.

અબ્દુલે પોતાના અને પરિવાર માટે દક્ષિણ એક્સપ્રેસની 4000 રૂપિયાની ટિકિટ બૂક કરાવી હતી જે હવે વેડફાઈ ગઈ હતી. આમ વંદે ભારત ટ્રેનના બાથરૂમનો ઉપયોગ કરવો તેમને 6000 રૂપિયામાં પડ્યો હતો. અબ્દુલે આક્ષેપ કર્યો હતો કે વંદે ભારત ટ્રેનમાં ઈમર્જન્સી સિસ્ટમનો અભાવ હોવાના કારણે તેમના પરિવારને માનસિક હેરાનગતિમાંથી પસાર થવું પડ્યું હતું.

અબ્દુલના આક્ષેપોના જવાબમાં ભોપાલ રેલ્વે વિભાગના પીઆરઓ (PRO) સુબેદાર સિંહે જણાવ્યું કે વંદે ભારત ટ્રેન શરૂ થાય તે પહેલાં એક જાહેરાત કરવામાં આવે છે, જે દર્શાવે છે કે દરવાજા કઈ દિશામાં ખુલશે અને દરવાજાને લોક કરવામાં આવી રહ્યા છે. અકસ્માતોને રોકવા અને મુસાફરોની સેફ્ટીની સુનિશ્ચિત કરવા માટે આ સુરક્ષા માપદંડ અમલમાં છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ઉચ્ચ અધિકારીઓના આદેશ મળ્યા પછી જ ટ્રેનને રોકી શકાય છે.

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version