ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
19 જુન 2020
કુવૈતથી ગો-એરની પ્રથમ 'વંદે ભારત મિશન ફ્લાઇટ' વંદે ભારત મિશન અંતર્ગત દેશમાં પાછા ફરવા માંગતા લોકોને લાવવામા દેશને ટેકો આપવાના સરકારના પ્રયત્નોમાં ગો એરે આજે હાથ લંબાવ્યો છે જે અંતર્ગત આજે કુવૈતથી જયપુર થઈ અમદાવાદ તેની પ્રથમ ફ્લાઇટ પહોંચી હતી. ગોએરની ફ્લાઇટ નંબર G-8 7098 કુવૈતથી 10:40 કલાકે (સ્થાનિક સમય) વાગ્યે ઉપડી હતી. જેમાં 180 મુસાફરો સવાર હતા.
કુવૈત સરકાર, ભારત સરકાર, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ગુજરાત અને રાજસ્થાનની રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત યોજના બનાવવામાં આવી હતી જેમાં કોરોનાને લાગતા તામાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.
“આમ તો અત્યાર સુધીમાં ઘણી ફ્લાઇટ્સ ઉડાવી છે, પરંતુ આજે ફલાઈટ્સના ક્રુ મેમ્બરો, કોકપિટ ક્રૂ, કેબિન ક્રૂ, એરપોર્ટ સ્ટાફ અને વંદે ભારતની ફ્લાઇટને સાથે સંકળાયેલી વિવિધ ટીમો ખાસ પ્રકારની લાગણી અનુભવી રહયાં હતાં" એમ એર લાઈન્સના પ્રવક્તાએ કહ્યું હતું.
અમે અમારા ફસાયેલા નાગરિકોને પાછા તેમના પરિવારો સાથે મેળવી શક્યા જેના લીધે ધન્યતા અનુભવી એ છીયે એમ પણ તેમણે જણાવ્યું હતું. વધુ મા પ્રવકતાએ તમામ સરકારોનો આભારી માની ભવિષ્ય માં. ફરી દેશવાસીઓને કામ આવવાની તક મળશે તો જરૂર પોતાની સેવા આપશે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com