Site icon

Vande Bharat Express: મોટી દુર્ઘટના ટળી.! વંદે ભારત ટ્રેનને પાટા પરથી ઉથલવાનો કારસો, ટ્રેક પર સળિયા વચ્ચે પથ્થરો મુકવામાં આવ્યા, જુઓ વીડિયો..

Vande Bharat Express: ઉદયુપર-જયપુર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 સપ્ટેમ્બરનાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપ્યો હતો. આ બાદથી વંદે ભારત એક્સપ્રેસ 24 સપ્ટેમ્બરથી સતત ઉદયપુર માર્ગ પર ચાલી રહી છે. પણ ગઈકાલે રાજસ્થાનનાં ઉદયપુર જિલ્લામાં મોટી ટ્રેન દુર્ઘટના થતાં-થતાં અટકી ગઈ હતી. જાણો શું છે આ સમગ્ર પ્રકરણ..

Vande Bharat train derailed, stones were placed between the bars on the track

Vande Bharat train derailed, stones were placed between the bars on the track

News Continuous Bureau | Mumbai 

Vande Bharat Express: ઉદયુપર-જયપુર (Udaipur- Jaipur) માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 24 સપ્ટેમ્બરનાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) ને ગ્રીન સિગ્નલ આપ્યો હતો. આ બાદથી વંદે ભારત એક્સપ્રેસ 24 સપ્ટેમ્બરથી સતત ઉદયપુર માર્ગ પર ચાલી રહી છે. પણ ગઈકાલે રાજસ્થાનનાં(Rajasthan) ઉદયપુર જિલ્લામાં મોટી ટ્રેન દુર્ઘટના થતાં-થતાં અટકી ગઈ હતી. સોમવારે જ્યારે વંદે ભારત જયપુરથી પાછી ફરી રહી હતી ત્યારે રેલ્વે પટરી પર મોટી સંખ્યામાં પથ્થર અને લોખંડનાં સળિયા ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વંદે ભારત ટ્રેનને ડિરેલ કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યાં.

Join Our WhatsApp Community

સોમવારે સવારનાં સમયે વંદે ભારત એક્સપ્રેસ રવાના થઈ. માવલી-ચિતોડગઢ થઈને સવારે 9.55 વાગ્યે ગંગરારથી આગળ સોનીયાના સ્ટેશનની વચ્ચે ટ્રેનની પટરી પર આ પથ્થર અને લોખંડનાં સળિયા મળ્યાં હતા. તેના પરથી ટ્રેન ચાલી પણ ગઈ પરંતુ ટ્રેન ચાલકની ચતુરાઈનાં કારણે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. નીચે ઊતરીને જોયું તો પટરી પર લોખંડનાં સળિયા અને પથ્થર રાખેલા દેખાયા હતા.

આ સમાચાર પણ વાંચો : Asian Games 2023: 15 છગ્ગા-ચોગ્ગાની મદદથી તોફાની સદી, યશસ્વી જયસ્વાલે T20માં રચ્યો ઈતિહાસ.. જાણો આ ધમાકેદાર સંપુર્ણ ઈનિંગ્સ વિગતવાર.. 

પોલીસ, રેલ્વે વિભાગ અને CRPFને જાણ કરી તપાસ ચાલુ કરી છે…

રેલ્વે અધિકારીઓએ પટરી પર ગોઠવેલા સળિયાં અને પથ્થરો દૂર કર્યાં. આ ઘટનાને લઈને પોલીસ, રેલ્વે વિભાગ અને CRPFને જાણ કરવામાં આવી. ટ્રેનને રવાના કર્યાં બાદ રેલ્વેનાં અધિકારીઓ તપાસમાં લાગી ગયાં છે કે આખરે કોણે આ કૃત્ય કર્યું છે. અધિકારીએ કહ્યું કે જેણે પણ આ કામ કર્યું હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારથી આ વંદે ભારત ટ્રેન રાજસ્થાનમાં લૉન્ચ કરવામાં આવી છે ત્યારથી કંઈકને કંઈક વિચિત્ર ઘટના બની રહી છે. ટ્રેનનાં ટ્રાયલ દરમિયાન એક ઢોર ટ્રેનથી અથડાઈ ગયો હતો. જેના લીધે ટ્રેનનાં આગળનાં પાર્ટસને નુક્સાન થયું હતું. તેના 2 દિવસો બાદ ટ્રેનની બોગીનાં કાંચને કોઈએ તોડી દીધું હતું. હવે ટ્રેનની પટરી પર પથ્થર અને લોખંડનાં સળિયા ફીટ કરેલા જોવા મળ્યાં હતા.

 

Digital Fraud: ડિજિટલ ફ્રોડ પર AIની લગામ: 1 વર્ષમાં ₹36,014 કરોડના ફ્રોડ બાદ બેંકોએ અપનાવી નવી ટેક્નોલોજી
Election Commission: આજે જાહેરાત: ચૂંટણી પંચ દેશભરમાં ‘SIR’ અભિયાન શરૂ કરશે, જાણો શું છે આ યોજના?
Moradabad fire: મુરાદાબાદમાં ‘મોતની આગ’: ચાર સિલિન્ડર ફાટવાથી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, એક મહિલાનું મોત,આટલા લોકોનો બચાવ
Cyclone Montha : સમુદ્રમાં ‘મોંથા’ વાવાઝોડું સક્રિય: 100 KM/Hની ઝડપે પવન ફૂંકાશે, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ
Exit mobile version