Site icon

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી લેશે આ કેન્દ્ર શાસિત પ્રદેશોની મુલાકાત, અનેક વિકાસ કાર્યોનું કરશે ઉદ્ઘાટન.

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ 20-22 સપ્ટેમ્બર, 2024 દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા , નગર હવેલી અને દમણ દીવની મુલાકાત લેશે. દમણ ખાતે જામપોરેનું એવિઅરિનું ઉદ્ઘાટન કરશે અને સિલવાસા સ્થિત નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ PMAY (અર્બન) ફ્લેટ્સ, ઘોઘલા અને STP દીવનું ઉદ્ઘાટન કરશે

Vice President will visit Union Territories of Dadra and Nagar Haveli and Daman and Diu from September 20-22

Vice President will visit Union Territories of Dadra and Nagar Haveli and Daman and Diu from September 20-22

News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખડ 20થી 22 સપ્ટેમ્બર, 2024 સુધી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસીય મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની ( Union Territory ) પ્રથમ મુલાકાત હશે. 

Join Our WhatsApp Community

આ પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ અનેક મુખ્ય માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન કરશે. 20 સપ્ટેમ્બરના રોજ દમણ ( Daman and Diu )  ખાતે શ્રી ધનખડ જામપોર ખાતે એવિઅરિ (પક્ષીશાળા)નું ઉદ્ઘાટન કરશે. તેઓ જમ્પપ્રિનમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને રીંગણવાડા પંચાયત અને રીંગણવાડા શાળાની પણ મુલાકાત લેશે.

21 સપ્ટેમ્બરના રોજ શ્રી ધનખડ દાદરા અને નગર હવેલીમાં ( Dadra and Nagar Haveli ) સિલવાસા સ્થિત નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તેઓ ડોકમર્ડી ઓડિટોરિયમ ખાતે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

આ સમાચાર પણ વાંચો : Droupadi Murmu Ujjain: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનમાં આપી હાજરી, આ રોડ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ.

બીજા દિવસે બપોરે ઉપપ્રમુખ દીવમાં સ્થાનિક પંચાયતો અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. વધુમાં, શ્રી ધનખડ ખુખરી વેસલ અને દીવના કિલ્લા સહિત મુખ્ય સ્થળોની મુલાકાત લેશે.

22 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ દીવમાં ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ અને ઘોઘલા ટેન્ટ સિટીની મુલાકાત લેશે. તેઓ ઘોઘલામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ( Pradhan Mantri Awas Yojana ) ફ્લેટ્સ અને દીવમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)નું ઉદ્ઘાટન કરશે. શ્રી ધનખડ તેમના પ્રવાસના અંતિમ દિવસે દીવમાં કેવડી ખાતેના એજ્યુકેશન હબની પણ મુલાકાત લેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gold Price: કરવા ચોથ પછી સોના માં નોંધાયો મામૂલી વધારો,જાણો આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો તાજેતરનો ભાવ કેટલો છે
Uber: UBER ડ્રાઇવરોની થઈ ‘ચાંદી’: હવે દર રાઇડ પર મળશે વધારાની કમાણી, કંપનીએ લોન્ચ કરી આ નવી સર્વિસ
Ram Temple: ઐતિહાસિક ક્ષણ: રામ મંદિરના શિખર પર PM મોદી ફરકાવશે અધધ આટલા ફૂટ લાંબો ધ્વજ, રંગ અને પ્રકાર થયો નક્કી
Afghan Foreign Minister: મુતક્કીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારો પર પ્રતિબંધ; વિવાદ વધતા MEAએ આપી સ્પષ્ટતા
Exit mobile version