News Continuous Bureau | Mumbai
વીડિયો ડાઉનલોડ કરવા માટે અહીં કરો ક્લિક
VIDEO – અમિત શાહે બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું@AmitShahOffice pic.twitter.com/baCIiOiqwB
— news continuous (@NewsContinuous) June 17, 2023
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ – ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા. જેમની સાથે રહે સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી હતી.
માંડવી હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધો ની મુલાકાત લઇ તેઓના ખબર-અંતર પુછી, હોસ્પિટલમાં જન્મ લીધેલ બાળકના માતાની મુલાકાત પણ લીધી હતી. આ સાથે ગૃહમંત્રી અમિતભાઇ શાહ બિપરજોઇ વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાનની સમીક્ષા માટે ખેડૂતોની મુલાકાત લીધી હતી. આ સાથે અમિત શાહ જખૌ જવા રવાના થયા અને અંદાજિત 5:00 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કરશે.
આ સમાચાર પણ વાંચો: વાવાઝોડાંની ભીતિ વચ્ચે રાહતના સમાચાર: એક પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ નથી બન્યો
હાલામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે છે ત્યારે દરેક ગતિવિધીઓની જાણકારી પણ મેળવી રહ્યા છે. એનડીઆરએફની ટીમ સાથે હાથ મિલાવ્યા અને તેમને વાવાઝોડામાં કરેલી કામગિરીના વખાણ કર્યા. આ સાથે આર્મીના જવાનોને પણ તેઓ મળ્યા હતા. માંડવી હોસ્પિલમાં ગયા હતા અને અસરગ્રસ્ત લોકોની મુલાકા કરી હતી તેમજ તંત્રએ સમયે કરેલી કામગિરી વિશે જાણકારી મેળવી હતી.
બિપોરજોય વાવાઝોડું રાજસ્થા તરફ આગળ વધ્યું છે. ગઈકાલે વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. માછીમારોને હજૂ પણ દરીયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં ઉત્તર ગુજરાત સહીતના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પણ જોવા મળી રહી છે.