ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
14 મે 2020
ભાગેડુ શરાબના કારોબારી વિજય માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટન હાઈકોર્ટે વિજય માલ્યાની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપતી અરજી ફગાવી દીધી હતી. હવે માલ્યાને માત્ર 28 દિવસની અંદર ભારત પ્રત્યાપર્ણ કરવું પડે એવી જાણકારી પ્રાપ્ત થઇ છે. ઉલ્લેખનીય છે કે ગત 20 એપ્રિલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ માલ્યાએ નીચલી વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ અદાલતના પ્રત્યાર્પણના હુકમને વડી અદાલતમાં પડકાર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડની હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવાની માલ્યાની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ તેના બધા કાયદાકીય માર્ગ બંધ થઈ ગયા છે. તેથી હવે 28 દિવસની અંદર તેને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે હવે માલ્યા પાસે ઈંગ્લેન્ડમાં કોઈ પણ કાયદાકીય માર્ગ નથી બચ્યો. હાઈકોર્ટ પહેલા જ પ્રત્યાપર્ણ વિરુદ્ધ માલ્યાની અરજી ફગાવી ચૂકી છે..