Site icon News Continuous Bureau | Mumbai

વિજય માલ્યા ગમે ત્યારે ભારત આવી શકે છે, કહ્યું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે. ક્યારે? ન કહ્યું.

'કિંગ ઓફ ગુડ ટાઇમ' એટલે કે કિંગફિશર શરાબ ના માલિક વિજય માલ્યા ગમે ત્યારે ભારત આવી શકે છે. જોકે તેઓ નક્કી કઈ તારીખે આવશે તે બાબતે કહી ન શકાય એવું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ અખબારને કહ્યું છે. ગઈકાલે રાત્રે એવા સમાચાર વહેતા થયા હતા કે વિજય માલ્યા ટૂંક સમયમાં ભારત આવી પહોંચશે. આ બાબતે ખુલાસો કરતા સરકારી એજન્સીઓએ કહ્યું હતું કે અમારા જુના નિવેદનને ટાંકવામાં આવ્યું છે. હવે વિજય માલ્યા પાસે કોઈપણ કાનૂની દાવપેચ બચ્યા નથી. જેથી શક્ય છે કે એ પોતાની મરજીથી વહેલામાં વહેલા ભારત આવી જાય. ૧૪મી મેના રોજ તેણે સૌથી છેલ્લો કાનૂની કેસ ગુમાવી દીધો છે. જે મુજબ ચૌધરીને પછી 28 દિવસ બાદ તેમના પર કાર્યવાહી થઈ શકે છે. હવે તેની પાસે માત્ર દયાની અરજી કરવાનો વિકલ્પ બાકી રહે છે. પરંતુ તેમણે નક્કી કર્યું છે કે દયાની અરજી નહીં કરે. આથી આવનાર દસથી પંદર દિવસની અંદર કોઈ સમાચાર આવી શકે છે…

Join Our WhatsApp Channel
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
PM Modi Cabinet Reshuffle મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની તૈયારી પીએમ મોદીએ મંત્રીઓ સાથે ૩ કલાક સુધી યોજી મેરેથોન બેઠક; કોનું કદ વધશે અને કોની થશે બાદબાકી?
Exit mobile version