Site icon

Vijender Gupta Speaker: વિજેન્દ્ર ગુપ્તા… જેમને 2015માં માર્શલ્સ દ્વારા ઊંચકીને સંસંદમાંથી હાંકી કઢાયા હતા, આજે એ જ સંભાળશે સંસંદની કાર્યવાહી..

Vijender Gupta Speaker: દિલ્હી વિધાનસભાના સ્પીકર પદ પર વિજેન્દ્ર ગુપ્તાની વાપસીથી રાજકીય ઉથલપાથલને નવો વળાંક મળ્યો છે. 20 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શપથ લીધા. આ એ જ એસેમ્બલી છે જ્યાં 5 વર્ષ પહેલાં માર્શલની મદદથી તેમને બહાર હાંકી દેવાયા હતા. વિજેન્દ્ર ગુપ્તાની વાપસી માત્ર તેમના વ્યક્તિગત સંઘર્ષને જ પ્રતિબિંબિત કરતી નથી, પરંતુ દિલ્હી વિધાનસભાના રાજકારણમાં ભાજપના ઉદયને પણ ઉજાગર કરે છે.

Vijender Gupta Speaker Thrown Out By Marshals Once, Vijender Gupta Now Set To Be Speaker Of Delhi Assembly

Vijender Gupta Speaker Thrown Out By Marshals Once, Vijender Gupta Now Set To Be Speaker Of Delhi Assembly

News Continuous Bureau | Mumbai

Vijender Gupta Speaker: રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે દિલ્હીમાં શપથ લીધા છે. ભાજપના વિજેન્દ્ર ગુપ્તાને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ક્ષણ નાટકીય પરિવર્તન જેવી લાગે છે, કારણ કે એ જ વિજેન્દ્ર ગુપ્તાને માર્શલ્સ દ્વારા ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા. હવે એ જ નેતા એ જ ગૃહમાં સ્પીકર હશે. 

Join Our WhatsApp Community

Vijender Gupta Speaker: માર્શલ્સ દ્વારા ગૃહમાંથી બહાર કાઢવાના કારણો

વાસ્તવમાં વર્ષ 2019 માં, દિલ્હી વિધાનસભા ડુંગળીના વધતા ભાવો પર ચર્ચા કરવા માંગતી હતી, પરંતુ ભાજપના ધારાસભ્યોની માંગને વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે નકારી કાઢી હતી. તેમની માંગણી નકારવામાં આવ્યા પછી પણ તેઓ પોતાની માંગ પર અડગ રહ્યા. આ કારણે, માર્શલ્સની મદદથી વિજેન્દ્ર ગુપ્તાને ગૃહની બહાર કાઢી દેવામાં આવ્યા. આ પછી પક્ષના અન્ય સભ્યો પણ બહાર નીકળી ગયા.

Vijender Gupta Speaker:   2015 અને 2020 માં કેજરીવાલ લહેર વચ્ચે જીત મેળવી

રસપ્રદ વાત એ છે કે, ભૂતપૂર્વ સ્પીકર રામ નિવાસ ગોયલ અને અરવિંદ કેજરીવાલ બંને હવે વિધાનસભાનો ભાગ નથી. વિજેન્દ્ર ગુપ્તાએ 2015 અને 2020 માં કેજરીવાલ લહેર વચ્ચે જીત મેળવી હતી. પરંતુ આજે ભાજપની લહેર સામે બંને AAP નેતાઓ હારી ગયા છે. આ રીતે, એ જ વિજેન્દ્ર ગુપ્તા, જેમને એક સમયે બહાર કાઢી મુકવામાં આવ્યા હતા, તે હવે ગૃહની કાર્યવાહીનું નેતૃત્વ કરશે.

આ સમાચાર પણ વાંચો :  Delhi CM Oath Ceremony : 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું રાજ, રેખા ગુપ્તાએ લીધા મુખ્યમંત્રી પદના શપથ; પ્રવેશ વર્મા બન્યા નાયબ મુખ્યમંત્રી..

Vijender Gupta Speaker:રાજકીય ઇતિહાસ સંઘર્ષથી ભરેલો 

 વિજેન્દ્ર ગુપ્તાનો રાજકીય ઇતિહાસ સંઘર્ષથી ભરેલો રહ્યો છે. તેઓ હંમેશા પોતાના પક્ષ માટે લડ્યા છે, પછી ભલે તે રસ્તા પર હોય કે વિધાનસભામાં. 2015 માં થયેલા વિવાદ પછી તેમનું નામ દરેકના હોઠ પર હતું. માર્શલ દ્વારા બહાર ફેંકાયા પછી પણ તેની હિંમત તૂટી નહીં. તેમણે ભાજપ પ્રત્યેની વફાદારી જાળવી રાખી અને પક્ષ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. આજે તેમના સંઘર્ષ અને પક્ષ પ્રત્યેના સમર્પણને કારણે તેઓ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ બન્યા.

જણાવી દઈએ કે બાનિયા સમુદાયના ગુપ્તાએ રોહિણી વિધાનસભા બેઠક પરથી સતત ત્રીજી વખત જીત મેળવી છે. તેમણે AAP ના પ્રદીપ મિત્તલને 37,000 થી વધુ મતોથી હરાવ્યા. ગુપ્તા, જે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા, તેઓ દિલ્હી ભાજપ એકમના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.  

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version