News Continuous Bureau | Mumbai
ભારતનું પ્રથમ ખાનગી રોકેટ (Private Rocket) વિક્રમ એસ (Vikram S) આજે અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું નિર્માણ હૈદરાબાદની (Hyderabad) સ્ટાર્ટ-અપ કંપની (start-up company) સ્કાયરૂટ એરોસ્પેસ (Skyroot Aerospace) દ્વારા કરવામાં આવ્યું છે. ઈસરોએ (ISRO) આજે આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) શ્રીહરિકોટા (Sriharikota) સ્થિત તેના કેન્દ્રથી ભારતનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ લોન્ચ કર્યુ છે. તેના પ્રક્ષેપણ બાદ ખાનગી રોકેટ કંપનીઓ ભારતના સ્પેસ મિશનમાં (space mission) પ્રવેશ કર્યો છે. આનાથી દેશના અવકાશ ઉદ્યોગમાં (space industry) ખાનગી ક્ષેત્રના પ્રવેશનો માર્ગ મોકળો થશે, જે દાયકાઓથી સરકારી માલિકીની ISRO દ્વારા પ્રભુત્વ ધરાવે છે.
પહેલા આ રોકેટ 15 નવેમ્બરે લોન્ચ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે આજે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
अंतरिक्ष तक “आत्मनिर्भर भारत” की छलांग! @isro ने भारत का पहला निजी रॉकेट #VikramS आंध्रप्रदेश के श्रीहरिकोटा से लॉन्च कर नया इतिहास रचा है। वैज्ञानिकों एवं पूरी टीम को बधाई।
पीएम श्री @narendramodi जी के नेतृत्व में भारत की निजी अंतरिक्ष क्षेत्र में एक नए युग की शुरुआत! pic.twitter.com/qeor7z7u4s
— Yashodhara Raje Scindia (@yashodhararaje) November 18, 2022
આ સમાચાર પણ વાંચો: લ્યો બોલો… ગર્લફ્રેન્ડને ન્યાય અપાવવા યુવકે ભર્યું ખતરનાક પગલું, મંત્રાલયના છઠ્ઠા માળેથી લગાવી દીધી છલાંગ. જુઓ વિડીયો
તમને જણાવી દઈએ કે, સ્કાયરૂટ એરોસ્પેસના આ પ્રથમ મિશનને ‘પ્રારંભ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં ત્રણ કન્ઝ્યુમર પેલોડ છે. સ્કાયરૂટ માટે આ મિશનને એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે, કારણ કે તે વિક્રમ-1 ઓર્બિટલ વાહનમાં ઉપયોગમાં લેવાતી 80 ટકા ટેક્નોલોજીને માન્ય કરવામાં મદદ કરશે, જે આવતા વર્ષે લોન્ચ કરવાની યોજના છે.