News Continuous Bureau | Mumbai
Viksit Bharat : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Modi) 11મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video conferencing) દ્વારા ‘વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ’ લોન્ચ કરશે. પ્રધાનમંત્રી દેશભરના રાજભવન (Rajbhavan) ખાતે આયોજિત વર્કશોપ (Work shop) માં યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને પણ સંબોધન કરશે, જે પહેલની શરૂઆતનું પ્રતીક હશે.
પ્રધાનમંત્રીનું વિઝન દેશની રાષ્ટ્રીય યોજનાઓ, પ્રાથમિકતાઓ અને ધ્યેયોની રચનામાં દેશના યુવાનોને સક્રિયપણે સામેલ કરવાનું છે. આ વિઝનને અનુરૂપ, ‘વિકસીત ભારત @2047 : યુવાનોનો અવાજ’ પહેલ દેશના યુવાનોને Viksit Bharat @2047ના વિઝનમાં વિચારોનું યોગદાન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. Viksit Bharat @2047 માટે તેમના વિચારો અને સૂચનો શેર કરવા માટે યુવાનોને જોડવાની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં વર્કશોપ મહત્ત્વનું પગલું હશે.
આ સમાચાર પણ વાંચો : Inox India IPO : પૈસા તૈયાર રાખો… 14મી ડિસેમ્બરથી આ કંપનીનો આવી રહ્યો છે IPO, કંપનીએ કરી પ્રાઇસ બેન્ડની જાહેરાત..
Viksit Bharat@2047 એ ભારતને તેની સ્વતંત્રતાના 100મા વર્ષ, 2047 સુધીમાં એક વિકસીત રાષ્ટ્ર બનાવવાનું વિઝન છે. આ વિઝનમાં વિકાસના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે, જેમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણીય ટકાઉપણું અને સુશાસનનો સમાવેશ થાય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.