IRCTC : સસ્તા પેકેજમાં ધાર્મિક સ્થળોની લો મુલાકાત, IRCTC લાવ્યું છે આ શાનદાર ટૂર પેકેજ; જાણો ટિકિટ બુકિંગથી લઈને તમામ વિગતો

IRCTC : ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત IRCTC લઈને આવ્યું છે ધાર્મિક પ્રવાસો.

by Hiral Meria
Visit religious places in a cheap package, IRCTC has brought this amazing tour package; Know all the details from ticket booking

News Continuous Bureau | Mumbai 

IRCTC :  ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ ( IRCTC ) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત ( Ek Bharat Shreshtha Bharat ) અને દેખો અપના દેશ  ( Dekho Apna Desh ) અંતર્ગત IRCTC લઈને આવ્યું છે ધાર્મિક પ્રવાસો.

IRCTC :  ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ કાશ્મીર સાથે માતા વૈષ્ણો દેવી 

 ગાંધીનગર રેલવે સ્ટેશન થી ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ દ્વારા કાશ્મીર નું પેકેજ ( Tour package ) તારીખ: ૧૩.૦૬.૨૦૨૪ થી ૨૩.૦૬.૨૦૨૪ (૧૦ રાત્રી / ૧૧ દિવસ) એ ટ્રેન નંબર ૧૯૨૨૩ થી ઉપડશે. જેમાં તમે કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાર, જોધપુર થી બોર્ડિંગ કરી શકાય છે. માતા વૈષ્ણો દેવી ના ( Religious tour ) દર્શન અને શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ ની સુંદરતા ની મજા માણી શકો છો. કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ. ૪૦૧૦૦/- પ્રતિ વ્યક્તિ ટ્રિપલ શેરિંગ થી સારું થાય છે.

IRCTC :  ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા શ્રાવણમાસ સ્પેશ્યલ ‘૦૭ જ્યોતિર્લિંગ યાત્રા’ 

આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ: ૦૩.૦૮.૨૦૨૪ થી ૧૨.૦૮.૨૦૨૪ (૦૯ રાત્રી / ૧૦ દિવસ) સુધીની રહેશે. આ યાત્રા દરમિયાન IRCTC મહાકાલેશ્વર – ઓમકારેશ્વર – ત્ર્યંબકેશ્વર – ભીમાશંકર – ગ્રિષ્ણેશ્વર – પરલી વૈજનાથ – મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર જેવા ધાર્મિક સ્થળોએ લઈ જશે. IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. આ અંતર્ગત, આ પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર) માટે રૂ. ૨૦, ૯૦૦/-, કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ. ૩૪, ૫૦૦/- અને સુપિરિયર ક્લાસ- 2AC માટે રૂ. ૪૮, ૯૦૦/-, -ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે. ૦૩.૦૮.૨૦૨૪ ના રોજ ચાલનારી આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી (વડોદરા) – ગોધરા – દાહોદ – મેઘનગર – રતલામ થી બેસી શકે છે.

  IRCTC : ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા શ્રી રામ જન્મ ભૂમિ સાથે ૦૩ જ્યોતિર્લિંગ 

આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન ( Bharat Gaurav Train ) હેઠળ: ૧૫.૦૮.૨૪ થી ૨૪.૦૮.૨૦૨૪ (૦૯ રાત્રી / ૧૦ દિવસ) સુધીની રહેશે. આ યાત્રા દરમિયાન IRCTC અયોધ્યા, પ્રયાગરાજ, શ્રીનગવેરપૂર, ચિત્રકૂટ, વારાણસી, ઉજ્જૈન, નાસિક જેવા ધાર્મિક સ્થળોએ લઈ જશે. IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. આ અંતર્ગત, આ પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર) માટે રૂ. ૨૦, ૫૦૦/-, કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ. ૩૩, ૦૦૦/- અને સુપિરિયર ક્લાસ- 2AC માટે રૂ. ૪૬, ૫૦૦/-, -ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે. ૧૫.૦૮.૨૦૨૪ ના રોજ ચાલનારી આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી (વડોદરા) – ગોધરા – દાહોદ – મેઘનગર – રતલામ થી બેસી શકે છે.

 IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવી શકે છે. તમે અમારો WhatsApp (9653661717) દ્વારા સંપર્ક કરી શકો છો અથવા વધુ માહિતી અને બુકિંગ માટે www.irctctourism.com પર લોગ ઇન કરો. અમને ઇમેઇલ કરો: roadi@irctc.com.

 આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં નીચેના ફોન નંબર પર સંપર્ક કરો:

અમદાવાદ: 079-29724433/49190037, 9321901849, 9321901851, 7021090572

વડોદરા: 7021090626, 7021090837

રાજકોટ:    7021090612, 9321901852

સુરત:      7021090498, 9321901851, 7021090644

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More