Site icon

Vodafone Idea shares : સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની AGR સંબંધિત અરજી ફગાવી, વોડાફોન આઈડિયાના શેર ગગડ્યા..

Vodafone Idea shares :મુશ્કેલીમાં મુકાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના શેર આજે ફોકસમાં છે. કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તે લગભગ 20% ઘટ્યો હતો. શેરમાં આ ઘટાડા પાછળનું કારણ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) લેણાંની પુનઃ ગણતરી કરવાની ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલની અરજીને ફગાવી દીધી છે.

Vodafone Idea shares Supreme Court rejects telcos' curative plea for review of AGR dues

Vodafone Idea shares Supreme Court rejects telcos' curative plea for review of AGR dues

News Continuous Bureau | Mumbai 

Vodafone Idea shares : સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ વોડાફોન આઈડિયા અને ઈન્ડસ ટાવર્સને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કંપનીઓના AGR લેણાં પર કોર્ટના જૂના આદેશની સમીક્ષાની માંગ કરતી ક્યૂરેટિવ પિટિશનને ફગાવી દીધી છે. વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલે આ અરજી દાખલ કરી હતી જેમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગની AGR લેણાંની ગણતરીની પદ્ધતિ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

Vodafone Idea shares :વોડાફોન આઈડિયા 20 ટકા ઘટ્યો

સુપ્રીમ કોર્ટ દ્વારા ટેલિકોમ કંપનીઓની ક્યુરેટિવ પિટિશનને ફગાવી દેવાના કારણે વોડાફોન આઈડિયા અને ઈન્ડસ ટાવરના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. વોડાફોન આઈડિયાનો સ્ટોક (Vodafone Idea shares) 20 ટકા ઘટ્યો. વોડાફોન આઈડિયાનો શેર અગાઉના રૂ. 12.90ના બંધ ભાવથી લગભગ 20 ટકા ઘટીને રૂ. 10.36 થયો હતો. હાલમાં શેર 15.58 ટકાના ઘટાડા સાથે રૂ. 10.89 પર ટ્રેડ કરી રહ્યો છે. વોડાફોન આઈડિયાનો શેર તેની એફપીઓ કિંમત રૂ. 11થી નીચે આવી ગયો છે.

ઇન્ડસ ટાવર શેર અગાઉના બંધ કરતાં લગભગ 15 ટકાના ઘટાડા સાથે રૂ. 366.35 પર લપસી ગયો હતો. હાલમાં ઇન્ડસ ટાવર 9.67 ટકાના ઘટાડા સાથે રૂ. 386.85 પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે, ભારતી એરટેલનો શેર 2.50 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

Vodafone Idea shares :કંપનીઓએ જુલાઈ 2024માં અરજી દાખલ કરી હતી

નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયા પાસે નાણાકીય વર્ષ 2023-24ના અંત સુધીમાં રૂ. 70,320 કરોડનો બાકી AGR હતો. જુલાઈ મહિનામાં, કંપનીએ કોર્ટના 2019ના નિર્ણય સામે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી અને સુપ્રીમ કોર્ટને આ કેસની વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરી હતી. વોડાફોન આઈડિયાએ તેની અરજીમાં કોર્ટને કહ્યું કે કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી છે અને તેના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે. કોર્ટના આદેશને કારણે, AGR માંગમાં કારકુની ભૂલ સુધારવામાં આવી રહી નથી. બાકી રકમ પર દંડની સાથે વ્યાજ પર પણ દંડ ફટકારવામાં આવ્યો છે જે વ્યાજબી નથી.

આ સમાચાર પણ વાંચો : Delhi Cabinet Ministers: દિલ્હી સરકારના નવા કેબિનેટનું ચિત્ર સ્પષ્ટ, આતિશી સાથે આ 5 મંત્રીઓ લેશે શપથ

તમને જણાવી દઈએ કે ટેલિકોમ કંપનીઓએ બાકી AGRની ગણતરીમાં ગાણિતિક ભૂલને ટાંકીને સુધારાત્મક અરજી દાખલ કરી હતી. વોડાફોન આઈડિયાના AGR લેણાં હાલમાં ₹70,300 કરોડ છે. IIFL સિક્યોરિટીઝ અનુસાર, ભારતી એરટેલ પાસે હાલમાં ₹36,000 કરોડનું AGR બાકી છે.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Exit mobile version