ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો.
સવારે નવ વાગ્યાથી દેશના આઠ રાજ્યોમાં રાજ્યસભાની ઓગણીસ સીટ માટે મતદાન શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ચૂંટણી ઘણી જ રસપ્રદ બની ગઈ છે. મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહ જીતશે કે પછી જ્યોતિરાદિત્ય સિંધિયા તે જોવાનું રહેશે જ્યારે કે ગુજરાતમાં ભાજપના ઉમેદવાર નરહરિ અમીન અથવા કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી જીતે છે તે માટે લડાઈ જામી છે. માત્ર એક વોટના અંતરથી ગુજરાતમાં હાર અને જીત નો ફેંસલો થઈ શકે છે. રાજસ્થાનમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપક્ષ અને ક્રોસ વોટિંગ ઉપર મદાર રાખીને બેઠા છે. આમ મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ખરાખરીનો જંગ જામ્યો છે. બીજી તરફ ઝારખંડ માં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે સીધી ટક્કર છે. પૂર્વ રાજ્ય એટલે કે મણિપુર મેઘાલય અને મિઝોરમમાં રાજ્યસભાની એક એક સીટ માટે ચૂંટણી થઈ રહી છે.
રાજ્યસભામાં કોણ જીતશે તેની ઉપર સર્વે કોઈ નજર કરીને બેઠા છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com