462
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
યુક્રેન પર રશિયાના સતત હુમલાઓ વચ્ચે ભારતીય સમયાનુસાર રવિવારે મોડી રાત્રે 1:30 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી.
આ બેઠકમાં વોટિંગના આધારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે, યુક્રેન સંકટ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠક બોલાવવી કે કેમ.
જોકે ભારત, ચીન, UAE સહિત ત્રણ દેશોએ મતદાન કરવાનું ટાળ્યું. પરંતુ 15માંથી 11 સભ્યોએ યુએન જનરલ એસેમ્બલીમાં યુક્રેન યુદ્ધ પર ઈમરજન્સી બેઠક બોલાવવાની તરફેણમાં મતદાન કર્યું.
11 સભ્યોએ તરફેણમાં મત આપ્યા બાદ સોમવારે યુએનજીએમાં આપાતકાલીન સત્ર બોલાવવાનો માર્ગ મોકળો થયો.
રશિયા-યુક્રેનના યુદ્ધથી ભારતને આ ક્ષેત્રમાં થઈ શકે છે ફાયદો, આ ખેતી જન્ય ઉત્પાદનના નિકાસ માટે તક; દેશ પાસે અધધધ અનાજનો ભંડાર….
You Might Be Interested In