News Continuous Bureau | Mumbai
Voting: દર વખતે સરકાર ( Govt ) દ્વારા મતદાન યાદીમાં ( voting list ) સુધારા વધારા કરવા માટે નાગરિકોને સમય આપવામાં આવે છે જે સમય દરમિયાન નાગરિકોને જે પણ સુધારા વધારા કરવાના હોય તે અંગે અરજી ( application ) કરી શકે છે. આ વખતે હકક દાવા અને વાંધા અરજીઓ ૧૭ થી ૩૦ ઓકટોબર સુધી કરી શકાશે ભારતીય ચૂંટણી પંચની ( Election Commission of India ) તા.૧.૧.૨૪ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની સુચના મુજબ સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ ૧૭ ઓકટોબરના રોજ કરવામાં આવશે., આ અંગેના હકક દાવા અને વાંધા અરજીઓ ૧૭ થી ૩૦ ઓકટોબર સુધી કરી શકાશે, મતદારયાદી અંગેની ખાસ ઝુંબેશ તા.૨૮ અને ૨૯ ઓકટોબર તથા ૪ અને ૫ નવેમ્બરે યોજાશે.
જે અંગેના હકક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ ૨૬ નવેમ્બરે કરાવામાં આવશે. તથા આ અદ્યતન મતદાર યાદીના ( electoral roll ) હેલ્થ પેરામીટર્સની ચકાસણી કરી આખરી પ્રસિધ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની, ડેટા બેઝ અદ્યતન કરવાની અને પુરવણી યાદીઓ જનરેટ કરવાની કામગીરી તા.૧.૧.૨૪ના રોજ કરવામાં આવશે, તથા મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૫.૧.૨૪ના રોજ કરવાની રહેશે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.
આ સમાચાર પણ વાંચો : Amit Shah: અધીર રંજને એવું શું કર્યું કે અમિત શાહે કહ્યું- ‘ભાઈ તમે કેવો સમાજ બનાવવા માંગો છો?’