Site icon

Wagh Bakri Tea: દેશની જાણીતી ચા બ્રાન્ડ, વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું આકસ્મિક નિધન…. વાંચો વિગતે અહીં..

Wagh Bakri Tea: ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું છે. …

Wagh Bakri Tea Sudden death of Parag Desai, executive director of the country's famous tea brand, Wagh Bakri Tea....

Wagh Bakri Tea Sudden death of Parag Desai, executive director of the country's famous tea brand, Wagh Bakri Tea....

News Continuous Bureau | Mumbai 

Wagh Bakri Tea: ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના ( Gujarat Tea Processors and Packers Limited ) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ( Executive Director )  પરાગ દેસાઈ (Parag Desai) નું રવિવારે સાંજે અમદાવાદ ( Ahmedabad ) ની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું છે. વાઘ-બકરી ચા ( Wagh Bakri Tea ) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં ગુજરાત ( Gujarat ) ઉદ્યોગજગતમાં શોકની લગાણી છવાઈ ગઈ છે. મહત્વનું છે કે, પરાગ દેસાઈને થોડા દિવસો અગાઉ બ્રેન હેમરેજ થયું હતું અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

Join Our WhatsApp Community

મળતી માહિતી અનુસાર, ગત 15 ઓક્ટોબરના રોજ સવારે પરાગ દેસાઈ તેમના ઘરથી નજીક ઈસ્કોન-આંબલી રોડ પર ચાલવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન તેમની પાછળ કેટલાક રખડતા શ્વાન દોડ્યા હતા. આ દરમિયાન તેઓ રસ્તા પર લપસીને પડી ગયા હતા. જેથી તેઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેઓને બ્રેન હેમરેજ ( Brain hemorrhage ) થઈ ગયું હતું.

જે બાદ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હોસ્પિટલમાં તેઓ સિનિયર ડોક્ટર્સના ઓબ્જર્વેશન હેઠળ હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની તબિયત લથડતા તેઓને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

વાઘ બકરી એ 104 વર્ષ જૂનું ગ્રૂપ છે…

પરાગ દેસાઈના પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, માથામાં ગંભીર ઈજા થયા બાદ તેમની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી અને નિધન પહેલા તેમને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. રવિવારે સાંજે તેઓની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી અને જેના કારણે તેઓનું હોસ્પિટલમાં અવસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : Telangana Election: તેલંગણાની ચૂંટણી પહેલા ભાજપે વિધાનસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચ્યું… આપી ટીકીટ…. જાણો શું છે આ મામલો.. વાંચો વિગતે અહીં..

વાઘ બકરી એ 104 વર્ષ જૂનું ગ્રૂપ છે. પરાગ દેસાઈ વાઘ બકરી ટી ખાતે સેલ્સ, માર્કેટિંગ અને એક્સપોર્ટ્સ સંભાળતા હતા. પરાગ દેસાઈએ અમેરિકાની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટી ખાતેથી એમબીએની ડિગ્રી મેળવી હતી અને વાઘબકરી ગ્રુપને આગળ લઈ જવા માટે તેઓ યુએસમાં એજ્યુકેશન પૂરું કરીને અમદાવાદ પરત આવ્યા હતા.

વાઘ બકરી ટી ગ્રુપ તેની પ્રીમિયમ ચા માટે પ્રખ્યાત છે. આ કંપની વર્ષ 1892થી અસ્તિત્વમાં છે. કંપનીનું ટર્નઓવર બે હજાર કરોડ રૂપિયાથી વધુ છે અને ચાનું વિતરણ લગભગ 50 મિલિયન કિલોગ્રામ છે. કંપનીનું ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, ચંદીગઢ, હિમાચલ, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સારું બજાર છે. તાજેતરમાં જ તેમણે બિહાર, ઝારખંડ અને ઓડિશામાં બિઝનેસ શરૂ કર્યો હતો.

વાઘ બકરી ટી ભારતની ત્રીજી સૌથી મોટી ચા કંપની છે. ભારતની સૌથી મોટી ચા કંપની ટાટા ટી છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ બીજા સ્થાને છે. વર્ષ 2009મા વાઘ બકરી ટીનીનો હિસ્સો 3 ટકા હતો, પરંતુ 2020માં તે વધીને 10 ટકા થઈ ગયો. આ બ્રાન્ડ ગુજરાતમાં 50 ટકા માર્કેટ પર કબજો કરે છે. કંપનીએ વર્ષ 1992માં વિદેશમાં ચા વેચવાનું શરૂ કર્યું હતું અને આજે કંપની લગભગ 40 દેશોમાં બિઝનેસ કરે છે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version