Site icon

સુપ્રીમ કોર્ટનો રિઝર્વ બેંકને આદેશ : ત્રણ દિવસની અંદર નાણા મંત્રાલય સાથે બેઠક કરી જણાવો કે વ્યાજ પર મોહલત આપશો કે નહિ ?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

12 જુન 2020

લોન મોરેટોરિયમનો કેસ હવે દેશની વડી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આજે કેસમાં સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે આરબીઆઈ અને નાણાં મંત્રાલય પાસે જવાબ માંગ્યો છે. સાથે જ બંનેને ત્રણ દિવસની અંદર સંયુક્ત બેઠક કરીને વ્યાજ માટે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે તે વ્યાજ માફ કરવાની વાત નથી કરી રહ્યા, કોર્ટને માત્ર વધુ વ્યાજ લેવા પર વાંધો છે.  હકીકતમાં આરબીઆઈએ લોન મોરેટોરિયમનો સમય 31 ઓગસ્ટ સુધી વધારી દીધો હતો પરંતુ હજુ આ કેસમાં ઘણા બધા સવાલ ગ્રાહકોના મનમાં છે જેના માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ હતું કે અમારી ચિંતા માત્ર એટલી છે કે શું સ્થગિત કરવામાં આવેલ વ્યાજને બાદમાં મૂળ રકમ સાથે ઉમેરવામાં આવશે. સાથે જ સુપ્રીમ કોર્ટે આરબીઆઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે તે વ્યાજને માફ કરવા માટે નથી કહી રહ્યા, તે માત્ર તેને ટાળવાની વાત કહી રહ્યા છે. કોર્ટના જણાવ્યા મુજબ અત્યારે જે ઈએમઆઈમાં છૂટ બેંકોએ આપી છે બાદમાં તેના પર વધુ વ્યાજ ન લેવુ જોઈએ. આના પર સરકાર તરફથી હાજર સૉલિસિટર જનરલે કહ્યુ કે આ કેસમાં આરબીઆઈ અને નાણા મંત્રાલયના અધિકારી આ સપ્તાહે બેઠક કરવાના છે. જેના પર સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ત્રણ દિવસની અંદર આરબીઆઈ નાણાં મંત્રાલય સાથે બેઠક કરે અને આ બાબતનો નિષ્કર્ષ કાઢે. કેસની આગામી સુનાવણી 17 જૂને થશે….

West Asia Crisis: મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે એક્શનમાં PM મોદી: આજે મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, શું મોંઘવારી વધશે? જાણો રાજ્યોની તૈયારીઓ વિશે.
UP Police Special Screening:સિંઘમ સ્ટાઈલમાં એન્ટ્રી! 600 પોલીસ ઓફિસરો એકસાથે જોશે ‘ધુરંધર-2’, મેરઠમાં બે હોલ હાઉસફુલ..
Masterstroke of India’s foreign policy:ભારતની વિદેશ નીતિનો માસ્ટરસ્ટ્રોક: એસ. જયશંકરે સમજાવ્યું ઇઝરાયલ સાથેની દોસ્તી અને ઇરાન સાથેના સંબંધોનું ગણિત.
New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
Exit mobile version