ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જૂન 2021
સોમવાર
વિશ્વભરમાં આજે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ભારતની પહેલ પર શરૂ થયેલા આ ખાસ દિવસને લઈને દુનિયાના અલગ-અલગ દેશોમાં ખાસ ઉત્સાહ છે. એ સાથે દેશની સીમાઓની સુરક્ષા કરનારા જવાનોએ પણ યોગ કર્યા. જવાનોએ લોકોને યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરી સ્વસ્થ રહેવાનો સંદેશો આપ્યો છે. લદ્દાખમાં ભારત તિબેટ સીમા પોલીસના જવાનોએ શૂન્યથી નીચા તાપમાન અને 18,000 ફીટની ઊંચાઈ પર યોગ કર્યો, ત્યારે જમ્મુ કાશ્મીરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) જવાનોએ યોગ કર્યો. ચીનની આંખોમાં આંખો નાખી જવાબ આપનાર લદ્દાખની ગલવાન ઘાટીમાં તહેનાત ઇન્ડિયન-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ પણ કડકડતી ઠંડીમાં યોગ કર્યા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારતે વિશ્વને આપી M-Yoga Appની ભેટ, જાણો આ એપ્લિકેશનની ખાસિયત…
લદ્દાખમાં ITBP જવાનોએ કર્યા યોગ. જુઓ તસવીરો.