ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જાન્યુઆરી 2022
બુધવાર.
આજે દેશભરમાં 73મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજપથ પર ગણતંત્ર દિવસની ઉજવણીનો નજારો ખાસ રહેશે. કારણ કે આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કેટલીક વસ્તુઓ પહેલીવાર જોવા મળશે અને કેટલીક પરંપરાઓમાં ફેરફાર જોવા મળશે. બીજી તરફ ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)નાં જવાનોએ લદ્દાખમાં 15,000 ફીટની ઉંચાઇ પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે આ સાથે જ તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ચારેય બાજુ ફક્ત બરફ છે અને આ પરિસ્થિતિમાં જવાનોનાં હાથમાં તિરંગો છે. તેઓ માર્ચ પાસ્ટ કરી રહ્યાં છે.
#WATCH | 'Himveers of Indo-Tibetan Border Police (ITBP) celebrate #RepublicDay at 15000 feet altitude in -35 degree Celsius temperature at Ladakh borders.
(Source: ITBP) pic.twitter.com/JvHchY99AE
— ANI (@ANI) January 26, 2022
આ દરમિયાન ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ 'હિમવીર' ઉત્તરાખંડના ઔલી ખાતે માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 11,000 ફૂટની ઊંચાઈએ 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવે છે. દેશભરમાં 73 માં ગણતંત્ર દિવસની ઉજવણીઓ થઈ રહી છે. આટલી કડકડતી ઠંડીમાં લોકો સૂઈ રહેવાનું પસંદ કરે છે ત્યારે જવાનોએ માઇનસ 40 ડિગ્રી જેટલા તાપમાનમાં પણ પ્રજાસત્તાક દિવસ ઉજવે છે.
#WATCH | Indo-Tibetan Border Police (ITBP) personnel celebrate #RepublicDay at 12,000 feet in sub-zero temperatures, in Kumaon region of Uttarakhand. pic.twitter.com/Khi2n0Lq2L
— ANI (@ANI) January 26, 2022
ગણતંત્ર દિવસ પરેડ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષે થઈ રહી છે, જેની ઉજવણી આખા દેશમાં 'આઝાદીના અમૃત મહોત્સવ'ના રૂપમાં કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવતા કહ્યુ કે, 'તમને બધાને ગણતંત્ર દિવસની શુભકામના. જય હિંદ!' આ પ્રસંગે પીએમ મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદોને સલામી આપી હતી.