Site icon

West Asia Crisis: મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે એક્શનમાં PM મોદી: આજે મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, શું મોંઘવારી વધશે? જાણો રાજ્યોની તૈયારીઓ વિશે.

West Asia Crisis: 'ટીમ ઈન્ડિયા'ની ભાવના સાથે તેલ-ગેસની અછત નિવારવા ઘડાશે રણનીતિ; કેન્દ્રએ આપ્યું આશ્વાસન- દેશમાં 60 દિવસનો ઈંધણ સ્ટોક ઉપલબ્ધ.

West Asia Crisis PM Modi to Hold High-Level Meeting with CMs Today Review of Fuel Supply and State Preparedness

West Asia Crisis PM Modi to Hold High-Level Meeting with CMs Today Review of Fuel Supply and State Preparedness

News Continuous Bureau | Mumbai

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. ખાડી વિસ્તારમાં યુદ્ધ શરૂ થયા બાદ મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની આ પ્રથમ સત્તાવાર બેઠક છે, જેમાં તેલ-ગેસ પુરવઠો અને કટોકટીના સમયમાં રાજ્યોની સજ્જતા અંગે ચર્ચા કરવામાં આવશે.વડાપ્રધાન મોદી આજે શુક્રવારે સાંજે મુખ્યમંત્રીઓ સાથે જોડાશે અને સંકટનો સામનો કરવા માટેના આયોજનની સમીક્ષા કરશે. જોકે, જે રાજ્યોમાં હાલમાં ચૂંટણીઓ યોજાવાની છે (તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને પુડુચેરી), ત્યાંના મુખ્ય સચિવો સાથે કેબિનેટ સચિવાલય અલગથી બેઠક કરશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ટીમ ઈન્ડિયા’ના અભિગમ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન સાધવાનો છે.

Join Our WhatsApp Community

સંકટ લાંબુ ખેંચાઈ શકે છે: વડાપ્રધાનની ચેતવણી

વડાપ્રધાન મોદી અગાઉ પણ સંસદમાં કહી ચૂક્યા છે કે ઈરાન સંઘર્ષથી ઉભું થયેલું આ સંકટ લાંબુ ખેંચાઈ શકે છે. તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે કટોકટીના સમયે કેટલાક તત્વો અફવા ફેલાવીને ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં કાળાબજાર અને અરાજકતા રોકવા માટે રાજ્યોએ સખત પગલાં લેવા પડશે, તે અંગે પણ આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Paneer vs Tofu:વેઈટ લોસ માટે પનીર કે ટોફુ? ડાયટ પ્લાન બદલતા પહેલા આ સરખામણી જરૂર વાંચો.

ભારત પાસે 60 દિવસનું ઈંધણ: જનતાને ગભરાવાની જરૂર નથી

કેન્દ્ર સરકારે નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં દેશમાં ઈંધણની કોઈ તાત્કાલિક કટોકટી નથી. સરકાર પાસે 60 દિવસનો પેટ્રોલ-ડીઝલનો ભંડાર ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગામી બે મહિના માટે કાચા તેલનો પુરવઠો પહેલેથી જ સુનિશ્ચિત કરી લેવામાં આવ્યો છે. હોર્મુઝની ખાડીમાં અવરોધો હોવા છતાં, ભારત 40થી વધુ દેશો પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે, જેથી કોઈ એક માર્ગ કે પ્રદેશ પર નિર્ભરતા રહે નહીં.

વિપક્ષને પણ વિશ્વાસમાં લેવાના પ્રયાસ

વડાપ્રધાને આ અઠવાડિયે લોકસભા અને રાજ્યસભામાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની માહિતી આપી હતી. આ ઉપરાંત, બુધવારે સર્વપક્ષીય બેઠકમાં વરિષ્ઠ મંત્રીઓએ વિપક્ષના સવાલોના જવાબ પણ આપ્યા હતા. હવે તેલ અને ગેસના વિતરણમાં રાજ્યોની ભૂમિકા મહત્વની હોવાથી, પીએમ મોદી સીધા મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરી રહ્યા છે જેથી કરીને સામાન્ય જનતાને જીવનજરૂરી ચીજો મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે.

IMD Rain Alert: હવામાનમાં મોટો પલટો! 31 માર્ચ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદી સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી.
Good News Amid Fuel Crisis:યુદ્ધની આગ વચ્ચે ઠંડક આપતા સમાચાર! ‘જગ વસંત’ જહાજે હોર્મુઝની મિસાઈલોને આપી માત, 46 હજાર ટન LPG સાથે કંડલામાં શાનદાર એન્ટ્રી
US-Israel-Iran War Update: ઈરાન-અમેરિકા તણાવમાં મોટો વળાંક! તેહરાનની અપીલ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હથિયારો હેઠા મૂક્યા, મિડલ ઈસ્ટમાં શું શાંતિ સ્થપાશે?
UP Police Special Screening:સિંઘમ સ્ટાઈલમાં એન્ટ્રી! 600 પોલીસ ઓફિસરો એકસાથે જોશે ‘ધુરંધર-2’, મેરઠમાં બે હોલ હાઉસફુલ..
Exit mobile version