Site icon

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી: નામાંકન દરમિયાન ગોળીબાર, કોંગ્રેસ કાર્યકરનું મોત, બેની હાલત ગંભીર

પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં ગુરુવારે પંચાયત ચૂંટણી માટે નામાંકન દાખલ કરવા જઈ રહેલા ત્રણ લોકો પર કથિત રીતે ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા

West Bengal Panchayat Elections: Firing during nomination, Congress worker killed, two critical

West Bengal Panchayat Elections: Firing during nomination, Congress worker killed, two critical

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં ગુરુવારે પંચાયત ચૂંટણી માટે નામાંકન દાખલ કરવા જઈ રહેલા ત્રણ લોકો પર કથિત રીતે ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે દાવો કર્યો કે ત્રણેય વ્યક્તિઓ ડાબેરી મોરચા અને કોંગ્રેસના સમર્થક હતા. તેમણે કહ્યું કે ત્રણેયને જ્યારે તેઓ ચોપરા બ્લોક ઓફિસમાં ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા હતા ત્યારે ગોળી મારી દેવામાં આવી. 

Join Our WhatsApp Community

ગોળીબારમાં કોંગ્રેસ કાર્યકરનું મોત

કોંગ્રેસનો (CONGRESS) આરોપ છે કે ઉત્તર દિનાજપુરના ચોપરામાં નામાંકન  ( NOMINATION)  ભરતી વખતે કોંગ્રેસના કાર્યકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આથી કોંગ્રેસના કાર્યકરોએ સાથે મળીને કોલકાતા રાજ્ય ચૂંટણી પંચનો ઘેરાવ કર્યો હતો. દરમિયાન, પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય દળો દ્વારા શાંતિપૂર્ણ મતદાનની માંગ કરી છે. તે જ સમયે, એક અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગ  (FIRING) પછી ત્રણેય ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બે ઘાયલોની હાલત ગંભીર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

CPI(M) એ લોહિયાળ રમતમાં TMCનો હાથ હોવાનું જણાવ્યું

બીજી બાજુ, રાજ્ય ચૂંટણી કમિશનર (SEC) રાજીવ સિંહાએ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે તેમને આ સંબંધમાં હજુ સુધી કોઈ માહિતી મળી નથી. CPI(M)ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે આરોપ લગાવ્યો કે હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસનો હાથ છે. તેમણે ટ્વીટ કર્યું, “હમણાં જ ઉત્તર દિનાજપુરના ચોપરા બ્લોકમાં તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ કાર્યકરો અને ઉમેદવારો પર ગોળીબાર કર્યો. લેફ્ટ-આઈએનસી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) સમર્થકો પંચાયત ચૂંટણી માટે નામાંકન ભરવા માટે બ્લોક ઓફિસ જઈ રહ્યા હતા.” બીજી તરફ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે આરોપોને ફગાવી દીધા છે.

નોંધપાત્ર વાત એ છે કે ત્રિ-સ્તરીય પંચાયત રાજ વ્યવસ્થામાં લગભગ 75,000 બેઠકો માટે 8 જુલાઈએ ચૂંટણી યોજાશે. શુક્રવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 

 

આ સમાચાર પણ વાંચો  કોર્ટમાં દાખલ 1000 પાનાની ચાર્જશીટમાં બ્રિજ ભૂષણને રાહત અને કુસ્તીબાજોને આંચકો, POCSO કેસ નહીં ચાલે

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version