WAC Commanders Convention: ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડ (WAC)ની યોજાઈ કમાન્ડર્સ કોન્ફરન્સ, વાયુ સેના પ્રમુખ એપી સિંહે કર્યું આ કાર્યક્રમને સંબોધન..

WAC Commanders Convention: પશ્ચિમી વાયુ કમાનનું કમાન્ડર સંમેલન- 2024

  News Continuous Bureau | Mumbai

WAC Commanders Convention: ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડ (WAC)ની બે દિવસીય કમાન્ડર્સ કોન્ફરન્સ 06 અને 07 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે એર ચીફ માર્શલ એપી સિંહ, ચીફ ઓફ ધ એર સ્ટાફ (CAS) ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સ્વાગત WACના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ પીએમ સિન્હા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના આગમન પર તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community
Western Air Command Commanders Convention- 2024

Western Air Command Commanders Convention- 2024

કોન્ફરન્સ દરમિયાન, વાયુ સેના ( Indian Air Force ) પ્રમુખે WAC AoR ના કમાન્ડરો સાથે વાર્તાલાપ કર્યો અને મલ્ટિ-ડોમેન યુદ્ધ લડવા અને જીતવાની ક્ષમતાને સુનિશ્ચિત કરવા માટે તાલીમ લેવાની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી.  તેમણે આ વર્ષની થીમ “ભારતીય વાયુ સેના – સશક્ત, સક્ષમ, આત્મનિર્ભર” પર ભાર મૂક્યો અને IAFને વધુ મોટી સિદ્ધિઓ સુધી લઈ જવા માટે તમામ કમાન્ડરોની સામૂહિક ક્ષમતા, સામર્થ્ય અને પ્રતિબદ્ધતાની માંગ કરી હતી. તેમણે વિવિધ ક્ષેત્રોમાં કેન્દ્રિત પ્રગતિ હાંસલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેમાં બહેતર તાલીમ અને આયોજન દ્વારા ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરવાનો સમાવેશ થાય છે; નવા સમાવિષ્ટ સાધનોની પ્રારંભિક કામગીરી; સલામતી અને સુરક્ષા, અને તમામ સ્તરે વ્યક્તિઓને ભાવિ તૈયાર અને સુમેળભર્યા બળમાં ફેરવવા માટે સશક્તિકરણ કરીને નેતાઓનું પોષણ કરે છે.

Western Air Command Commanders Convention- 2024

આ સમાચાર પણ વાંચો: Mansukh Mandaviya Nagaland: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નાગાલેન્ડની મુલાકાતે, આ ફેસ્ટિવલમાં લેશે ભાગ…

CAS એ તેમના સંબોધનમાં ( WAC Commanders Convention ) ભારત અને વિદેશમાં બંને જગ્યાએ HADR માટે સૌથી પહેલા પ્રત્ય્ત્તર આપવા માટે પશ્ચિમી વાયુ કમાનની પ્રશંસા કરી; એક ‘હંમેશા તૈયાર’ પ્રચંડ લડાયક દળને સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ કાર્યકારી શ્રેષ્ઠતા જાળવવી, અને ( Amar Preet Singh ) ભારતીય વાયુસેનાના ‘મિશન, અખંડિતતા અને શ્રેષ્ઠતા’ના મુખ્ય મૂલ્યોને હંમેશા અગ્રિમ રાખવા માટે તેમની પ્રશંસા કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version